જાણો દુનિયાનું સૌથી અલગ વિચિત્ર શહેર જેનાં રોડ રસ્તાને કોઈ જ નામ આપ્યું નથી..

વર્તમાન સમયમાં તમે કોઈપણ શહેરમાં જાઓ ત્યાં દરેક ગલી, રોડ, સોસાયટીનું કોઈને કોઈ નામ હોય જ છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં એક સ્થળ એવું છે જ્યાં આ પ્રકારે કોઈ નામ આપવામાં આવ્યા નથી. વિશ્વના આ શહેરમાં શેરીઓ ગલીઓ કે રોડ, રસ્તાના કોઈ નામ નથી. જો તમે વિચારતા હોય કે ત્યાં રહેતા લોકો સરનામું કેવી રીતે લખતા હશે તેમને અન્ય કોઈ જગ્યાએ જવું હોય તો કેવી રીતે જતા હશે. તો ચાલો જાણીએ કે નામ વિનાના આ શહેરમાં લોકો કેવી વ્યવસ્થાને અનુસરે છે.

 

આ શહેરનું નામ છે હિલગર્મિસન, જે જર્મનીમાં આવેલું છે. ફેબ્રુઆરી 2019માં અહીં રહેતા લોકોએ નક્કી કર્યું કે જનમત સંગ્રહ કરાવ્યું કે સ્થાનીય રસ્તાઓને નામ આપવામાં ન આવે. કારણ કે વર્તમાન સરનામા એ લોકો માટે પડકાર છે જે અહીંયાના મૂળ નિવાસી નથી. પરંતુ લોકોએ અહીંના રસ્તાઓને કોઈ નામ ન આપવાના પક્ષમાં મત આપ્યો. આ શહેર 1970ના દાયકામાં બન્યું હતું. તેના ઈતિહાસ અનુસાર અહીં માત્ર ઘરના નંબર અને એક જૂના નામથી સરનામા બનેલા છે. હાલ અહીં 2200 લોકો રહે છે. જેમાંથી 60 ટકા લોકો એવા છે જેમણે જનમત સંગ્રહમાં મતદાન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે હાલની પ્રણાલીને જાળવી રાખવામાં આવે અને રોડ, રસ્તાઓને કોઈ નામ આપવામાં ન આવે. કાઉન્સિલ દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે દરેક ગલી કે રસ્તાને નામ આપવાથી આપાતકાલીન સેવાઓ અને ડિલીવરી ડ્રાઈવરોનું કામ સરળ થઈ શકે છે. પરંતુ સ્થાનિક લોકો તેની સાથે સહમત નથી.