જાણો પિતા રહ્યા ફિલ્મોમાં ફ્લોપ, પરંતુ ડેબ્યૂ પહેલા જ છવાયેલી છે તેમની આ દીકરી…

બોલીવુડ એક્ટર ચંકી પાંડેની દીકરી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. એક તરફ ચંકી પાંડે ફિલ્મોમાં ફ્લોપ રહ્યા ત્યારે બીજી તરફ તેમની દીકરી ફિલ્મોમાં આવ્યા પહેલા જ ચર્ચામાં છે. અનન્યા પાંડે જલદી બોલીવુડ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’થી ડેબ્યૂ કરવાની છે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ જોવા મળશે. અનન્યાનાં ફેન્સ તેની આ ફિલ્મની ઉત્સાહપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

 

અનન્યાની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના લૂક અને સ્ટાઇલને લોકો ઘણું જ પસંદ કરે છે. જો કે એમાં કોઇ જ શક નથી કે અનન્યા ઘણી જ સુંદર છે. અનન્યા શાહરૂખ ખાનની દીકરી સુહાના અને સંજય કપૂરની દીકરી શનાયાની સારી મિત્ર છે. તેમની તસવીરો પણ અવાર-નવાર સામે આવતી રહે છે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા સામે નજર આવશે.