જાણો બોલીવુડમાં પોતાના સંઘર્ષને લઈને સની લિયોનીએ કહ્યુ કે…

જ્યારે કોઈપણ વ્યક્તિ સફળ થાય છે ત્યારે તેની સફળતા પાછળ જે મહેનત કે સ્ટ્રગલ કરેલી હોય તે ભૂલાઈ જતી હોય છે. સની લિયોનીએ પોતાના સંઘર્ષની વાત કરી છે. સની લિયોને જણાવ્યુ કે આજે તે સફળ છે ટોપ પર છે ત્યારે હવે પાછળ ફરીને જોવાનો કોઈ મતલબ નથી, પણ હા ખુશીના આ સમયમાં તેને સ્ટ્રગલના એ દિવસો ખુબજ યાદ આવી જાય છે. સની લિયોનીએ એક આઈટમ નંબરથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી હાલ આ એકટ્રેસ બોલીવુડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. હાલ એવુ કોણ હશે જેને સની લિયોનીનું નામ સાંભળ્યુ ન હોય. ફિલ્મ જિસ્મ-2માં તેણે પોતાની એક્ટીંગથી લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ સની લિયોનીએ ક્યારેય પાછળ ફરીને જોયુ નથી અને સફળતાના શિખરો સડસડાટ સર કરી રહી છે. બોલીવુડમાં સની લિયોનીએ ખુબજ સ્ટ્રગલ કરવી પડી હતી. પણ તે ખૂબજ સ્ટ્રોંગ રહી હતી. તેણે પોતાના રસ્તાઓ પર આવતી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં આ એકટ્રેસે પોતાના સ્ટ્રગલને લઈને કહ્યુ કે બોલીવુડમાં મારે ખુબજ સંઘર્ષ કરવો પડ્યો કેમકે મારો કોઈ મેંટર કે ગોડફાધર ન હતો. મારી પાસે વધારે મજબૂત લોકો ન હતા જેઓ મને સપોર્ટ કરી શકે. સનીએ કહ્યુ કે અહી લોકો તમારા મો પર કહે છે કંઇક અને પાછળથી કરે છે કંઈ. લોકો તમને કહે છે કે તમારી પાસે સારો અવસર છે પણ તેમની પાસે તમારા માટે ખાસ કંઈ હોતુ નથી.

લોકો અહી કેટલુયે કરે છે. મારે આ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ ગોડફાધર નથી અને આવા સમયે ટકી રહેવા માટે તમારે ભારે સંઘર્ષ કરવાનો રહે છે. જોકે વાસ્તવમાં હવે મને આ તમામ પરિસ્થિતિઓની આદત પડી ગઈ છે. હવે હું ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેતા શિખી ગઈ છુ. હું વાસ્તવમાં મારી કેરિયરની રફ્તારથી ખુબજ ખુશ છુ. હું નોન સ્ટોપ કામ કરી રહી છુ. મારી પાસે આ વર્ષે ખુબજ કામ છે. મે વિતેલા વર્ષે પણ ખુબજ કામ કર્યુ હતુ.