જાણો વાપીમાં સગા બાપે, દમણમાં સાવકા બાપે દીકરી પર કર્યો દુષ્કર્મ…..

સંઘપ્રદેશ દમણમાં દુષ્કર્મની બે ઘટના સામે આવી છે. એકમાં સાવકા પિતા અવારનવાર પુત્રી સાથે દુષ્કર્મ કરતા દીકરીને ત્રણ માસની ગર્ભવતી બનાવી દીધી હતી. જ્યારે વાપીમાં તો સગા બાપે જ દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતા તે મામાના ઘરે જતી રહી હતી. જ્યાં આ અંગે ભેદ ખોલતા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. જ્યારે દમણમાં એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા સાથે ફોનના બહાને કેબિનમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી છે.

વાપીના ચણોદમાં માતા-પિતા અને એક બહેન સાથે રહેતી 21 વર્ષીય યુવતી થોડા વર્ષ અગાઉ ઘર છોડીને ગુંજન ખાતે રહેતા મામા પાસે આવી ગઇ હતી. શુક્રવારે જ્યારે પિતા પોતાની દીકરીને લેવા મામાના ઘરે પહોંચ્યો ત્યારે દીકરીએ પિતા સાથે જવા ના પાડી જણાવ્યું હતું કે 8 વર્ષની હતી ત્યારથી પિતા તેની સાથે ખોટુ કામ કરી રહ્યો છે. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

દમણમાંથઈ ગુમ સગીરા મુંબઇના નાગપાડાથી મળી આવતા પોલીસે તેને દમણ લાવી પુછપરછ કરતા સગીરાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પોતે સાવકા પિતાના વારંવારના દુષ્કર્મથી ત્રાસીને તે ઘર છોડીને નાસી ગઇ હતી. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને 3 માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધ્યો છે.

દમણ વિસ્તારમાં બે દિવસ પહેલા રસ્તા પરથી પસાર થતી એક પરિણીત મહિલાને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો મનીષ રામખિલાવન ઉર્ફે પપ્પુ નામના ઇસમે અટકાવી ફોન કરવાના બહાને અટકાવી રસ્તા પરથી જબરજસ્તી ખેંચીને પોતાની કેબિનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હતી.