જાણો શોકિંગ રાધિકા આપ્ટે દિવસમાં કેટલા રૂપિયાના બેરોકા વોટરથી શરૂઆત કરે છે

એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ ઘણા સારા રોલ નિભાવીને દર્શકોના દિલ જીતી લીધા છે. હાલમાં તેણે એક શોમાં પોતાના બ્યૂટી સિક્રેટ સાથે જોડાયેલી દિલચસ્પ વાતો કરી હતી. તેણે કહ્યું કે, હું પોતાને હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું છું. શોકિંગ થવાવાળી વાત તો એ છે કે, રાધિકા 4000 રૂપિયાની કિંમત ધરાવતા પાણીથી પોતાના દિવસની શરૂઆત કરે છે.

 

રાધિકાએ કહ્યું કે, હું બેરોકા પાણી પીવું છું. બેરોકા એક મલ્ટિનેશનલ કંપની છે, જે વિટામિન સી અને વિટામિન બીની ટેબ્લેટ બનાવે છે. આ ટેબ્લેટ ત્રણ ફ્લેવર ઓરેન્જ, બેરી અને મેંગો-ઓરેન્જમાં ઉપલબ્ધ છે. 12 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ રોજ એક ટેબ્લેટ લઈ શકે છે. તેમાં 260 Mg સોડિયમ હોય છે. રાધિકા પણ આ જ ટેબ્લેટનો ઉપયોગ કરે છે. આ વિટામિનથી ભરપૂર ટેબ્લેટની કિંમત 4000 રૂપિયાથી શરુ થાય છે. ટેબ્લેટને રાધિકા પાણીમાં મિક્સ કરે છે, આથી રાધિકાનું બેરોકા વોટર સામાન્ય વોટર કરતાં મોંઘુ છે.