જાણો હળવદમાં પ્રેમીપંખીડાએ વૃક્ષની ડાળીએ લટકીને ગળેફાંસો ખાઈ લીધો…

હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસે આવેલા જંગલ વિસ્તારમાં વૃક્ષની ડાળી સાથે સજડે ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હતો. બંને પરિણીત હોઈ એક થઈ નહીં શકે તેવી બીકથી પગલું ભર્યું હોવાની શક્યતા સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

હળવદ તાલુકાના રણછોડગઢ ગામ નજીક જંગલ વિસ્તારમાં વૃક્ષ સાથે લટકીને એક મહિલા તથા પુરુષે આપઘાત કરી લીધો હોવાની જાણ હળવદ પોલીસને થતા સ્ટાફની ટીમ દોડી ગઈ હતી. બંને મૃતદેહને ઉતારી તપાસ કરતા રણછોડગઢ ગામમાં જ રહેતા રીનાબેન રાજુભાઈ કોળી (ઉ.વ.૨૮) તથા દીપકભાઈ અશોકભાઈ કોળી (ઉ.વ.૨૨) હોવાનું ખુલ્યું હતું.

મૃતક મહિલા પરિણીત હોવાનું તથા આમરણ ગામે સાસરુ ધરાવતી મહિલાને બે સંતાન હોવાનું તથા હાલ પોતાના પિતાના ઘરે પિયર રણછોડગઢ ગામે આવી હોવાનું ખૂલ્યું હતું. જ્યારે મૃતક યુવાનને પણ એક સંતાન છે. બંને પ્રેમી પંખીડા પરિણીત હોઈ અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાય હોઈ અને બંને એક નહીં થઈ શકે તેવી બીકથી આ પગલું ભર્યું હોવાની શક્યતાના આધારે પોલીસ તપાસ હાધ ધરી છે. હળવદ સરકારી હોસ્પિટલમાં બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે. નાના એવા ગામમાં આપઘાતની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.