જાણો 34 વર્ષની અભિનેત્રીએ શેર કરી હૉટ ફોટો, કાતિલ અદાઓ જોઇ જશો દિવાના…

અભિનેત્રી મિનિષા લાંબા અત્યાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ મિનિષાની બિકિની તસવીરો. મિનિષા અવાર-નવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. આ વખતે તેણે બિકિની પહેરેલી પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં મિનિષા ઘણી જ બૉલ્ડ જોવા મળી રહી છે.

આવામાં મિનિષાની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકો જોરદાર-જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મિનિષા ફિલ્મી દુનિયાથી દૂર હતી. ઉલ્લેખનીય છે કે મિનિષાએ 2005માં આવેલી ફિલ્મ ‘યહાં’થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આમાં તેની એક્ટિંગની ઘણી જ પ્રશંસા થઇ હતી.

દિલ્લીથી અભ્યાસ કરનારી મિનિષા લાંબાની ઇચ્છા પત્રકાર બનવાની હતી, પરંતુ તે એક્ટિંગમાં આવી ગઈ. ત્યારબાદ 2008માં રણવબીર કપૂર, બિપાશા બસુ, દીપિકા પાદુકણની સાથે ‘બચના એ હસીનો’માં મુખ્ય ભૂમિકામાં તે જોવા મળી. ત્યારબાદ મિનિષાએ ‘વેલ ડન અમ્બા’માં કામ કર્યું. આ ફિલ્મની ઘણી જ પ્રશંસા કરવામાં આવી. આ ઉપરાંત મિનિષાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જે સફળ રહી.