જુઓ વાયરલ વીડિયો : આ બતક સ્નાનથી બચવા માટે મરવા માટે કરે છે આવી એક્ટિંગ…

ઈન્ટરનેટ પર ખાસ કરીને ટ્વિટર પર ઘણા એવા વિડીયોઝ અપલોડ અને વાયરલ થાય છે કે જેમાં ઘણા લોકો એવા લોકો હોય છે કે તેઓ આ વિડીયો દ્રારા રાતો રાત પ્રસિદ્ધ થઈ જાય છે. જ્યારે ઘણા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બતક શ્વાનથી બચવા માટે મરવાની એક્ટિંગ કરે છે. આ વિડીયો અપલોડ થયા પછી વાયરલ થયો હતો. ઘણા લોકો એ બતકને ઓસ્કાર આપવાની પણ વાત કરી હતી.

એવું લાગી રહ્યું છે કે બતકને પણ મનુષ્યની જેમ પ્રસિદ્ધ થવાની હોડ લાગી છે. કારણકે એર વખત ફરીથી બતકોનો એક અનોખો વિડીયો ટ્વિટર પર વાયરલ થયો છે. આ વિડીયો ફક્ત 21 સેકન્ડનો છે. અને બતક જેમાં સ્લાઈડીંગ હિંચકા પર વાંરવારે સ્લાઈડીંગ કરતા નજરે પડી રહ્યા છે. બતકોની નાના બાળકો જેવી આ એટલી કયૂટ હરકત છે કે લોકો આખો દિવસ જોવા માટે તૈયાર છે.

બતકોની આ મસ્તી ભર્યા અંદાજના વિડીયો ને જોઈને લોકો મોહી પડ્યા

બતકોની આ મસ્તી ભર્યા અંદાજના વિડીયો ને જોઈને લોકો મોહી પડ્યા છે. આ વિડીયો તમને વિશ્વાસ નહી આવે લગભગ 4 લાખથી વધારે વખત જોવાઈ અને 24 હજારથી વધારે લોકો એ શેર કર્યો છે. અને 7 હજારથી વધારે વખત લોકોએ રિટ્વિટ કરી છે. આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે એક હિંચકો છે અને તેના પરથી પાણી વહી રહ્યું છે. અને નાના નાના બતકો આ હિંચકા પર આવે છે અને લસરપટ્ટી ખાય છે. આ વિડીયોમાં એક વ્યક્તિ પણ દેખાઈ રહ્યો છે. જાણો એવું લાગે કે વોટર પાર્કમાં ટિકિટ લઈને આ બતકો લસરપટ્ટી ખાઈ રહ્યા છે.