જુઓ વીડિયો : બ્રોક લેસનરે આ સ્ટાર રેસલરના દીકરાને એટલો માર્યો કે લોકો પણ બોલી ઉઠ્યા…

WWE Rawમાં બ્રોક લેસનરે હેવાનિયતની બધી હદો પાર કરી નાખી. રે મિસ્ટીરિયો પોતાના યૂનિવર્સલ ચેમ્પિયનશિપ મેચ દરમિયાન પ્રોમો કરવાનો હતો. રે મિસ્ટીરિયો જેવો રિંગમાં પહોંચ્યા તો બ્રોક લોસનર આવી ગયા. તેમણે ન માત્ર રે મિસ્ટીરિયોની પિટાઈ કરી પરંતુ તેમના છોકરા ડોમિનિકને પણ ધોઈ નાખ્યો. આ ધટનાને જોઈને દરેક ફેન્સ પણ હેરાન રહી ગયા. ફેન્સ બ્રોકને રોકવા માટે વારે વારે સ્ટોપ સ્ટોપ કહી રહ્યાં હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યોં છે અને બ્રોક લેન્સરની ખૂબ આલોચના થઈ રહી છે.

રે મિસ્ટીરિયોના હાથમાં માઈક હતુ, બ્રોકે માઈક છીની પોલ હેમેનને આપી દીધુ. મિસ્ટીરિયોએ પોલ પાસેથી માઈક છીનવી લીધુ, ત્યાર બાદ બ્રોકે તેમને એફ-5 દાવ લગાવી દીધો પછી તેમની નજર ક્રાઉડમાં બેસેલા રે મિસ્ટીરિયોના છોકરાપર પડી.

મિસ્ટીરિયોને માર્યા બાદ બ્રોક ડોમિનિકની પાસે પહોચ્યાં. તેમણે ડોમિનિકને ક્રાઉડથી બહાર કાઢ્યો અને ખૂબ જ માર માર્યો. બ્રોક સતત બંને પર હુમલો કરતા રહ્યાં.

રે મિસ્ટીરિયો અને તેમના છોકરાને બચાવવા માટે ઓફિસર્સ પણ આવી પહોંચ્યાં. બ્રોક લેસનરે પણ તેમની પિટાઈ કરવાનું ચાલુ કર્યું.

બ્રોક લેસનરના ગયા પછી મિસ્ટીરિયોના છોકરા માટે રોતો નજરે આવ્યો. તે વારે વારે પોતાનો પુત્ર ડોમિનિકની માફી માંગી રહ્યાં હતા. મિસ્ટીરિયોના છોકરાને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો અત્યારે તે હોસ્પિટલમાં છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યોં છે.