જુઓ વીડિયો : રોડ પર કોઈ આખલો દેખાઈ જાય તો તેને હોર્ન મારવાની ભૂલ કરતા નહિ બાકી થશે આવા હાલ…

રોડ પર કોઈ ઓખલો દેખાઈ જાય તો તેને હોર્ન મારવાની ભૂલ કરતા નહીં, નહીંતર તમારી કારની હાલત આવી થઈ શકે છે. આવી જ એક ઘટના બની બિહારના વૈશાલી સ્થિત હાજીપુર રેલવે સ્ટેશન પાસે. રોડ પર બેસેલા આખલાને કાર ચાલકે હોર્ન માર્યો તો આખલો ગુસ્સે થઈ ગયો. કારને શિંગડાથી ઉઠાવી ફેંકી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

મળી રહેલી માહિતી મુજબ હાજીપુર સ્ટેશન પાસે લોકો આખલાના ત્રાસથી પરેશાન છે. વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ઉકેલ મળ્યો નથી. હવે આ વીડિયો વાઈરલ થયા બાદ ફરી એક વખત કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર લોકો વીડિયો પર કોમેન્ટ કરી પોતાના અનુભવો પણ શેર કરી રહ્યા છે. માત્ર આ એક જ વીડિયો નહીં પરંતુ અન્ય ઘટનાઓના વીડિયો પણ સામે આવી રહ્યા છે.