જ્હાનવીની હોટનેસ જોઈ બધાનો પરસેવો છૂટી ગયો, ફેન્સે કાબૂ ખોઈને કરી આવી કોમેન્ટ

શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર હંમેશાં પોતાના લૂકને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ યોજાયેલી દિવાળી પાર્ટીમાં જાન્હવીનો સાડી લૂક ફેન્સને બેકાબુ કરી રહ્યો છે. લોકો આ લૂક પર ફિદા થઈ ગયા છે અને ખૂબ પસંદ કરી રહ્યા છે. જાહન્વીએ સફેદ રંગની સાડી સાથે બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું. કે જેમાં તે ખૂબસૂરત લાગી રહી હતી. જાન્હવીએ તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

એક યુઝરે લખ્યું, ‘જાહન્વી તું સફેદ સાડીમાં ખુબ હોટ લાગી રહી છે.’ તે જ સમયે બીજા એકે લખ્યું કે ‘જાન્હવી, મારી સાથે લગ્ન કરીશ’ તો અન્ય એકે લખ્યું – તારી માતાની જેમ તું પણ ખુબ જ સુંદર છે.

જાન્હવીની આ તસવીર જોઈ એક યુઝરે લખ્યું – મતલબ કે કોઈ આટલું સુંદર કેવી રીતે દેખાય શકે? બીજા એકે લખ્યું -તું તારી માતાની નકલ કરી રહી છો. અમને ચાંદની યાદ આવી ગઈ. ઉલ્લેખનીય છે કે જાહન્વી ઘણીવાર વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે. ત્યારે ફેન્સને આ સાડી લુક ખૂબ પસંદ આવ્યો છે. જુઓ અહીં કેટલાક ફોટો…