જ્હાનવી તો મોટી અંધવિશ્વાસુ નીકળી, ડાબા-જમણા પગને લઈ ઘરમાં અને સેટ પર કરે છે હરકતો

પોતાની હોટ અદા અને સ્ટાઈલનાં લીધે માર્કેટમાં છવાઈ રહેતી અભિનેત્રી એટલે કે જ્હાનવી કપૂર હાલમાં એક વાતને લઈ ચર્ચામાં છે. આમ તો જ્યારે જ્યારે કોઈ સ્ટાર્સની અંદરની વાતો ખુલે છે ત્યારે લોકો માટે એ ચર્ચાનો વિષય બનતો હોય છે. એ જ રીતે હાલમાં જ્હાનવીએ જે ખુલાસો કર્યો એના લીધે તે ચર્ચામાં આવી છે. ફિલ્મ સ્ટારોમાં પણ ક્યાંય સુધી અંધવિશ્વાસ ભરેલો હોય છે એ વાતનો ખુલાસો હાલ જ થયો છે.

હાલમાં જ્હાનવીએ એક વીડિયોમાં તેના અંધવિશ્વાસ વિશે વાત કરી. તેની મોટી બહેન સોનમે આ વીડિયો પોસ્ટ કર્યો છે. ફિલ્મ ધ જોયા ફેક્ટરને પ્રમોટ કરતા આ વીડિયોમાં જ્હાનવી પણ સામેલ થઈ અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જ્હાવની પણ ફિલ્મ સેટ પર જઈને કંઈક નવીન હરકતો જ કરે છે કે જેને લક્કી ચાર્મ નહીં પણ અંધવિશ્વાસ કહેવાય.

વીડિયોમાં જ્હાનવી કપૂર જણાવે છે કે જ્યારે પણ તે કોઈ જરૂરી કામ કે પછી ફિલ્મ સેટ પર જાય છે ત્યારે હંમેશા પહેલા જમણો પગ જ ઉપાડે છે અને જ્યારે રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે પણ પહેલા હંમેશા જમણો પગ જ પહેલા મુકે છે. અભિનેત્રીએ એવું પણ કહ્યું કે જો આ વાતમાં કોઈ ચૂક રહી ગઈ હોય તો હું રૂમની બહાર નીકળી જાઉં અને ફરીથી રૂમમાં જમણા પગ સાથે પ્રવેશ કરૂ છું.

જો જ્હાનવીનાં ફિલ્મી કામની વાત કરીએ તો ધડકથી તેણે બોલિવૂબ હેબ્યૂ કર્યું હતું. તે હવે કારગીલ યુદ્ધ પર ગુંજન સક્સેના: ધ કારગીલ ગર્લ માટે કામ કરી રહી છે અને રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. ફિલ્મમાં તેની સાથે અંગદ બેદી અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળવાનાં છે.