ટાઇટ બેલ્ટ બાંધવાથી ઘટી જાય છે સ્પર્મ કાઉન્ટ, ઇન્ફર્ટિલિટીનો ખતરો

રોજ કમર પર ટાઇટ બેલ્ટ બાંધવાની આદત ન માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે પરંતુ જીવલેણ પણ સાબિત થઇ શકે છે. આ આદત ન માત્ર તમારા પેટની બીમારીઓનું કારણ બને છે પરંતુ ટાઇટ બેલ્ટ બાંધવાથી કેન્સર થવાની પણ સંભાવના રહે છે. જો તમે રોજ ટાઇટ બેલ્ટ બાંધો છો તો તમારે આ આદત બદલવાની જરૂર છે. કારણકે તેનાથી ઘણા બધા નુકસાન થઇ શકે છે.

લાંબા સમય સુધી ટાઇટ બેલ્ટ બાંધવાથી કરોડરજ્જુના હાડકા જકડાઇ જાય છે. સેન્ટર ઓફ ગ્રેવિટીમાં બદલાવ આવવાના કારણે ઘુંટણ પરના સાંધા પર પણ જરૂરતથી વધારેલ દબાણ પડવા લાગે છે. જેનાથી સાંધામાં દુખાવો થવાની સમસ્યા શરૂ થઇ જાય છે. કમર પર કઇ પણ ટાઇટ બાંધવાથી કરોડરજ્જુના હાડકા અને સાંધામાં દુખાવો શરૂ થવા લાગે છે. જોકે સંભવ હોય તો બેલ્ટ ન પહેરવો જોઇએ.

એક કોરિયાઇ શોધ અનુસાર તો કમર પર ટાઇટ બેલ્ટ બાંધવાથી અબ્ડૉમિનલ સ્નાયુઓ એટલે કે માંસપેશીઓનું કામ કરવાની રીત બદલાઇ જાય છે. આખો દિવસ પેટની નસો દબાયેલી રહે છે. એવું લાંબા સમય સુધી કરવાથી પેલ્વિક રીજનથી નીકળનારી આર્ટરી, વેન્સ, મસલ્સ અને આંતરડા પર પ્રેશર પડે છે.