ટીવી ક્ષેત્રેમાં ધુમ મચાવનાર જેનિફર વિંગેટ દર્શકોને રિઝવવા માટે ફરી આવશે જુઓ તેમની આકર્ષક અંદાજ..

ટીવી ક્ષેત્રે ધુમ મચાવનાર જેનિફર વિંગેટ સીરિયલ બેહદ 2ની સાથે ફરી એકવાર આવી રહી છે. જેનિફરે તેની આ સીરિયલના પ્રમોશનમાં કોઈ કસર બાકી નથી રાખી. શું તમે જાણો છો કે જેનિફર ટીવીના લોકપ્રિય શોની સાથે સાથે બોલિવુડમાં પણ જાદૂ ચલાવી ચુકી છે. વર્ષ 1995માં આવેલી આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મમાં જેનિફર ચાઈલ્ડ આર્ટિસ્ટ રહી ચુકી છે. રાજાકી આયેગી બારાત ફિલ્મમાં નાનકડી બાળકીનો રોલ કરી ખુબજ પ્રશંસા મેળવી હતી આ ફિલ્મ રાની મુખર્જીની ડેબ્યુ ફિલ્મ હતી.

 

રાજા કો રાની સે પ્યાર હો ગયા આ ફિલ્મમાં અરવિંદ સ્વામી અને મનીષા કોઈરાલાની સાથે જેનિફર ચમકી હતી તનુના પાત્રમાં જેનિફર છવાઈ ગઈ હતી. કુછ ન કહો ફિલ્મમાં અભિષેક બચ્ચનની બહેનનું પાત્ર નિભાવ્યુ હતુ આ તમામ ફિલ્મોમાં જેનિફર બિલ્કુલ અલગ લાગતી હતી.

વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મમાં જેનિફર વિંગેટે મુખ્ય રોલ નિભાવ્યો હતો. જેનિફરની સાથે મિયંગ ચાંગ, રજત બરમેચા, માનવી ગાગરૂ અને પવન મલ્હોત્રા હતા. આ રોમાંટિક થ્રિલર ફિલ્મ લોકોને ખુશ ન કરી શક્યા. જેનિફર ટીવી ક્ષેત્રે ખુબજ નામ અને પ્રતિષ્ઠા મેળવી ચુકી છે. બેહદ 2 ટીવી શો શરૂ થઈ રહ્યો છે. જેમાં જેનિફર આકર્ષક લાગી રહી છે.