ટીવી પર ફરી ધૂમ મચાવવા આવી રહ્યો છે કપિલ શર્મા, આ શૉથી કરશે પુનરાગમન

કૉમેડી કિંગ કપિલ શર્માનાં ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. કપિલ શર્મા ફરી ટીવી પર પરત ફરી રહ્યો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કપિલ શર્મા ‘ધ કપિલ શર્મા શૉ’ની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. કપિલની તબિયતમાં પહેલા કરતા સુધારો છે અને તેણે ટીવી પર જલ્દી પરત ફરવાની વાત કહી છે.

 

 

કપિલ શર્માએ કહ્યું કે, “હું મારા ફેન્સને ભરોસો આપવા ચાહું છું કે હું જલ્દી કપિલ શર્મા શૉની નવી સીઝન સાથે પરત આવીશ. આ શૉ ફેન્સ પર ફરી એ જ છાપ છોડશે અને તેમનો પ્રેમ જ આને આગળ વધારશે. જો કે શૉ અત્યારે શરૂઆતી ચરણમાં છે.”

 

 

કપિલે શૉ સિવાય પોતાની તબિયત વિશે જણાવતા કહ્યું કે, “ઘણા કારણે મારું સ્વાસ્થ્ય સારું નહતુ, પરંતુ હવે મે મારી હેલ્થ પર ઘણું ધ્યાન આપ્યું છે અને તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.” કપિલે કહ્યું કે ઇન્ડસ્ટ્રીથી બ્રેક દરિયાન તે પોતાની ફેમિલી સાથે શૉર્ટ ફેમિલી વેકેશન પર હતો. આ ફેમિલી બ્રેક દરમિયાન કપિલે પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કર્યો છે અને તેનું કહેવું છે કે આ કારણે તેની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે.