ડચકા ખાતી કારકિર્દીને બચાવવા શાહરૂખ ખાન વિલન બનવા પણ તૈયાર!

શાહરૂખની છેલ્લી ફિલ્મ રિલીઝ થઈ એ પછી એ લાંબી રજા પર ઉતરી ગયો છે. એ કંઈ અને કોની ફિલ્મ સાઈન કરશે એ અંગે અનેક અટકળો થઈ રહી છે. એની કારકિર્દી હવે ડચકા ખાય છે એ સુવિદિત છે. આવામાં ખબર આવી છે કે એ હવે વિલન બનવા પણ તૈયાર થઈ ગયો છે.

 

 

હોલીવૂડની સફળ ફિલ્મ ‘કિલ બિલ”ની હિન્દી રિમેકમાં એ વિલન બિલ બનવા તૈયાર છે. આ કામ માટે એણે અબ્બાસ ઝફર સાથે હાથ મેળવ્યા છે.

 

 

જો કે શાહરૂખના નિકટવર્તી વર્તુળોએ આ અફવાને બિનપાયેદાર લેખાવી છે.એમનું કહેવું છે કિલબિલ એક મહિલા પ્રધાન ફિલ્મ છે. હકીકતમાં વિલનનું પાત્ર ભજવવાના મૂડમાં છે. કારકિર્દીની શરૂઆતમાં એણે ડર, બાઝીગર અને અંજામ જેવી ફિલ્મોમાં બની સંતુષ્ટ છે અને હવે વિલન બનવાના મૂડમાં નથી.