ડાયરેક્ટરે એક્શન બોલતા જ રેખાને બળજબરી કિસ કરવાનું શરૂ કર્યું, 5 મિનિટ સુધી છોડી નહીં

બોલિવૂડની સુપરસ્ટાર, ખુબસુરત, દિલકશ, સદાબદાર એવા જેટલા નામો લઈએ એટલા ઓછા પડે એવી અભિનેત્રી એટલે કે હીરોઈન રેખા. કે જેણો ફિલ્મ જગતમાં એક ટોચનું નામ બનાવી લીધું છે અને તેનું અહમ યોગદાન આપ્યું છે. આજે અભિનેત્રી તેનો 65મો જન્મદિવસ ઉજવી રહી છે. 65 વર્ષે પણ ભલભલી હીરોઈન તેની અદા પાસે ફિક્કી લાગે છે.

પિતાએ 4 લગ્ન કર્યા
રેખાના પિતા તમિલ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર હિરો હતા. એમની માતા પણ તમિલ સિનેમામાં હીરોઈન હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેના માતા પિતાએ લગ્ન નહોતા કર્યા એ પહેલા જ રેખાનો જન્મ થયો હતો. રેખાના પિતાએ 4 લગ્ન કર્યા પરંતુ તેની માતા સાથે એકવાર પણ લગ્ન નહોતા કર્યા અને રેખા એના પિતાથી એટલી નારાજ હતી કે એના અંતિમ સંસ્કારમાં પણ નહોતી ગઈ.

પૈસાની તંગી
હીરોઈન બન્યા પહેલા રેખાની જિંદગીમાં અનેક મુશ્કેલીઓ હતી. માતા પર એટલું કર્જ હતું કે નાની ઉંમરે જ તેને કામ કરવાનું શરૂ કરવું પડ્યું. રેખાએ 12 વર્ષની ઉંમરે જ તમિલ ફિલ્મોમા કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે નાની ઉંમરે રેખા ફિલ્મોમાં કામ કરીને થાકી જાય તો એ કામ કરવા જવાની મનાઈ કરે તો એનો ભાઈ તેને માર મારતો. એટલું જ નહીં પણ પૈસાની તંગીના કારણે તેને બી ગ્રેડ ફિલ્મો પણ કરવી પડી હતી.

હેરાન કરવા માટે સીન શુટ કરવાનો પ્લાન
રેખાની હીરોઈન તરીકે પહેલી ફિલ્મ 1968માં આવી હતી. બોલિવૂડમાં રેખાને 1970માં સાવન ભાદોમાં પહેલી તક મળી અને એ સુપર હિટ રહી. યાસીર ઉસ્માને પોતાની બુક રેખા એન અનટોલ્ડ સ્ટૉરીમાં એક ફિલ્મ શુટિંગ વખતેની વાત કરવામાં આવી છે. અનજાના સફરના ડાયરેક્ટર રાજા નવાઠે અને ફિલ્મનાં હીરો વિશ્વવજીતે રેખાને હેરાન કરવા માટે એક સીન શુટ કરવાનો પ્લાન કર્યો કે જે રેખાને ખબર જ ન હતી.

વિશ્વવજીતે 5 મિનિટ સુધી કરી કિસ
15 વર્ષની રેખાને રોમાન્ટિક ગીત શુટ કરવા માટે સેટ પર બોલાવી હતી. તે પહોંચી અને જેવું જ ડાટરેક્ટરે એક્શન બોલ્યું કે તરત જ વિશ્વવજીતે રેખાને બાહોમાં લઈ લીધી અને કિસ કરવા લાગ્યો. રેખાને આ વાતની જાણકારી પહેલા બિલકુલ નહોતી. વિશ્વવજીત 5 મિનિટ સુધી તેને કિસ કરતો રહ્યો. યુનિટના લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને રેખાની આંખોમા આંસુ વહી રહ્યા હતા.

રેખાની વિનોદ મહેરા સાથે અફેરની ખબરો
રેખા મુમતાજ અને જિતેન્દ્રની દિવાની હતી. જિતેન્દ્રનું શુટિંગ જોવા માટે તેણે પોલીસના ડંડા પણ ખાધા હતા. 1973માં રેખાની વિનોદ મહેરા સાથે અફેરની ખબરો આવી હતી. એવું કહેવામાં આવે છે કે આ અફેર 3 વર્ષ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ 1976માં ફિલ્મ દો અનજાનેમાં પહેલી વખત અમિતાભ સાથે કામ કર્યું.

કોના નામનું સિદુંર
કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ મુકદર કા સિકંદર પછી અમિતાભ રેખા એકબીજાના નજીક આવ્યા હતા. એક વખત સેટ પર રેખાને હેરાન કરનાર શખ્સની અમિતાભે ધોલાઈ પણ કરી હતી. 1982માં નીતુ અને ઋષિ કપૂરના લગ્નમાં રેખા સિદુંરના દેખાઈ. તેને જોઈને લોકોમાં ચર્ચા પણ થવા લાગી હતી કે કોના નામનું સિદુંર છે અને કોની સાથે લગ્ન થયા. રેખાના જીવનની આવી કેટલીય વાતો ઉડી છે પરંતુ તેણે ક્યારેય આવા મુદ્દા પર વાત નથી કરી.