ડાયરેક્ટર બધાની સામે બિકીની પહેરવા કહેતો, અભિનેત્રીનું દર્દ છલક્યું

અવાર નવાર હીરોઈનો પોતાનાં પર વીતેલી આપવીતી સંભળાવતી હોય છે. એ જ રીતે તેલુગુ, તમિલ, કન્નડ, પંજાબી, હિન્દી અને હિન્દી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સમેક્ષા સિંહે હાલ એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો છે. સમેક્ષાએ કહ્યું કે એક ડાયરેક્ટર તેને અશ્લીલ રીતે ટચ કરતો હતો.

ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી કામ કરી રહેલી આ અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે લોકો કામના બહાને મજા લેતાં હોય છે અને ટચ કરી લે છે. બધાની સામે બિકિની પહેરવાનું કહેતા હતા, સમેક્ષા સિંહ જણાવે છે કે આટલા વર્ષો ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યા પછી તે ફિલ્મમાં યાદગાર ભૂમિકા કરવા માટે ઉત્સુક છે. એક્ટ્રેસે જણાવ્યું કે સાઉથ અને નોર્થ ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ માઈન્ડસેટ વાળા લોકો રહે છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકો છોકરીઓને અલગ રીતે જોવે છે.

અભિનેત્રીએ ઈન્ટરવ્યૂમાં એ વાતનો પણ ખુલાસો કર્યો કે, એક રોમાન્ટિક સીન કરતી વખતે મને સંકોચ થતો હતો. તે પછી સમજાવવા માટે નિર્દેશક મારી પાસે આવ્યો અને સમજાવવાના બહાને મારી પાસે આવીને ખોટી રીતે ટચ કરવા લાગ્યો.

ઘણી વાર સીન બરાબર શૂટ થયો હોવા છતાં પણ તેને વારંવાર ફરી કરવામાં આવે છે. તાજેતરમાં જ સમેક્ષાની ફિલ્મ પ્રણામ રિલીઝ થઈ છે.