ડિશનલ ડ્રેસથી મળશે પરફેક્ટ લુક, તમે પણ ટ્રાઈ કરો!

ટ્રેડિશનલ ડ્રેસથી તમારો લૂક ત્યારે વધારે પરફેક્ટ અને સુંદર લાગે છે, જ્યારે તમે તેને અલગ રીતે પહેરો છો. તમે સાડી, ડ્રેસિસ, અનારકલી ડ્રેસિસમાં અને લહેંગા ચોળી પહેરવાથી કઇ રીતે તહેવારના સમયે અલગ દેખાઇ શકો તેના વિશે જાણીએ.

તહેવારોના સમયમાં ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસિંગ જ પસંદ કરવામાં આવે છે. મહિલાઓ સાડી, સલવાર-સૂટ, અનારકલી સૂટ, લહેંગાને પોતાના માટે પસંદ કરે છે. આટલા બધા ઓપ્શન હોવા છતાંય તેમને મનગમતો લુક મળી શકતો નથી. તે પોતાના ડ્રેસઅપ લુકને લઇને કન્ફ્યૂઝ થઇ જાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે ટ્રેડિશનલ ડ્રેસને પહેરવાના હો ત્યારે તેને પહેરવાની સ્ટાઇલ એકદમ અલગ રાખી શકો છો. તેનાથી તમને અલગ લુક મળશે.

સાડી
મહિલાઓ વ્રત અને તહેવાર પર સાડી પહેરવાનું પસંદ કરે છે. તમે પણ તહેવારો પર સાડી પહેરવાનું વિચારી રહ્યા હો તો સમય પ્રમાણે જે ફેશનમાં હોય તેવા પ્રકારની સાડી પર પહેલી પસંદગી ઉતારવી જોઇએ. હાલમાં રફ્લ સાડી ખૂબ ડિમાન્ડમાં છે, તો તમે તેને સિલેક્ટ કરી શકો છો. સાથે જ બ્લાઉઝની ડિઝાઇનમાં પણ એક્સ્પરિમેન્ટ કરી શકાય છે. જો તમને સિમ્પલ સાડી પહેરવી ગમતી હોય તો તમે તેના ડ્રેપિંગ પર ખાસ ફેકસ કરો.

એક સિમ્પલ અને લાઇટેટ સાડીની સુંદરતા અલગ પ્રકારના ડ્રેપિંગ કરવાથી ધારે એટ્રેક્ટિ લાગે છે. ઘણા લોકોને સિલ્કની અને હેવી પાલવવાળી સાડી પહેરવાની પણ પસંદ છે. તેની સાથે તમે કલરની પસંદગી પર ખાસ ભાર મૂકી શકો છો. હાલમાં મલ્ટિકલર સાડીમાં પણ સિકવન્સ જોવા મળે છે. તે ઉપરાંત ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

લહેંગા
જો સાડી પહેરવામાં તમને તકલીફ પડતી હોય તો તમે લહેંગાને પણ પ્રાધાન્ય આપી શકો છો. લહેંગાને યુવતીઓ અને પરિણીત મહિલાઓ બધા જ પહેરી શકે છે. જો તમે લહેંગા પહેરવાના હો તો તેમાં પણ એક અલગ પ્રકારનો મોડર્ન ટ્વિસ્ટ લાવી શકો છો. હાલમાં લહેંગાને બ્લાઉઝની સાથે નહીં પણ શટ્ર્સની સાથે પહેરવામાં આવે છે. તે સિવાય તમે લહેંગાને પણ સિકવન્સ સ્ટાઇલમાં પહેરી શકો છો. તેટલું જ નહીં લહેંગાનું બ્લાઉઝ પણ અલગ પ્રકારે ડિઝાઇન કરાવી શકાય છે. તેમાં તમે હોલ્ટર નેક લાઇન વાળા બ્લાઉઝ કે પ્લજિંગ નેકલાઇન વાળા બ્લાઉઝ પહેરી શકો છો.

ઓપ્શન
તહેવારોમાં સલવાર સૂટ કે અનારકલી સૂટ પણ પહેરી શકો છે. જો તમને અલગ દેખાવાની ઇચ્છા હોય તો નોર્મલ સૂટ સાથે પ્લાઝો, ધોતી પેન્ટને ટીમઅપ કરી શકો છો. તેનાથી તમારા ડ્રેસઅપને ડિફ્રન્ટ ટ્વિસ્ટ આપી શકશો. હાલમાં તો સૂટમાં પણ અનેક ડિઝાઇન્સ જોવા મળે છે. લેયર્સ, ફ્રિલ, ડબલ લેયર્ડ, બોક્સ વગેરેના સૂટ પણ ખૂબ લોકપ્રિય અને આકર્ષક જોવા મળે છે.

સિકવન્સ સ્ટાઇલ
આજકાલ સિકવન્સ સ્ટાઇલથી લઇને સૂટ પણ માર્કેટમાં ખૂબ સરળતાથી મળી રહે છે. જે દેખાવમાં ખૂબ જ આકર્ષક અને અલગ હોય છે અને તમારે તેની સાથે વધારે એક્સ્પરિમેન્ટ કરવાની જરૂર પડતી નથી. જો તમે સિકવન્સ વર્કવાળા ડ્રેસ પહેરવા ઇચ્છતા ન હો તો સેની શિયર ડ્રેસને પણ ટ્રાય કરી શકો છો.

ધ્યાનમાં રાખવા જેવું
તમારો ડ્રેસઅપ લુક તહેવારના સમયે સારો ત્યારે જ લાગશે જ્યારે તમે તેને મેચિંગ યોગ્ય અને આકર્ષક જ્વેલરી પણ સાથે પહેરી હોય. તેથી તમારા ડ્રેસને અનુકૂળ જ્વેલરીની પસંદગી કરવી પણ એટલી જ જરૂરી છે. હાલમાં ગળામાં કઇ જ ન પહેરીને કાનમાં મોટી સાઇઝની ઇયરિંગ્સ પહેરવાની ખૂબ ફેશન છે. જે ડાયમંડ અને પર્લની વિઝ ડિઝાઇન્સવાળી હોય છે. તેનાથી ચહેરાનો આખો લુક ચેન્જ થઇ જાય છે અને તમારું ડ્રેસિંગ સિમ્પલ અને આકર્ષક બની જાય છે.