ડોનાલ્ડ ટ્રમ્પ માનસિક રૂપથી બિમાર છે, પ્રખ્યાત સિંગરે આપ્યું મોટું નિવેદન

એક મીડિયા હાઉસ સાથેની મુલાકાતમાં સિંગરે આ વર્ષની શરૂઆતમાં અલ પાસો અને ડેટોનમાં સામૂહિક ગોળીબાર અંગે ટ્રમ્પના જવાબ પર એક ટિપ્પણી કરી હતી. જણાવી દઈએ કે તે સમયે ટ્રમ્પે ગોળીબારને ‘કાયર’ ઘટના ગણાવી હતી. આ અંગે ટ્વિટ કરતી વખતે રિહાન્નાએ કહ્યું હતું કે તેને બદલે તે લોકોને ‘આતંકવાદી’ કહેવા જોઈએ. રિહાન્નાએ કહ્યું કે ખરીદવામાં આવેલા જંગી હથિયારેને કારણે લોકોની હત્યા કરવામાં આવી રહી છે. જે ખૂબ જ દુખદ છે.

આ સિવાય તેણે વધુમાં કહ્યું કે આ ભયંકર છે. આ ક્યાંયથી સામાન્ય નથી. આ ક્યારેય સામાન્ય ન હોઈ શકે. એમ પણ કહ્યું કે કંઈક બીજું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે તેમનો રંગ અન્ય કરતા જુદો છે? આ ચહેરા પર થપ્પડ જેવો છે.

સૂત્રો મુજબ, રિહાનાએ કહ્યું કે તે સંપૂર્ણ રંગભેદ છે. જો તેના સ્થાને કોઈ અરબ વ્યક્તિ વોલમાર્ટમાં આવા યુદ્ધ શસ્ત્રથી સમાન વર્તન કરે, તો ટ્રમ્પ તેમને જાહેર સભામાં માનસિક બીમાર ક્યારેય નહીં કહે. તેણે કહ્યું કે, જો કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં સૌથી વધુ માનસિક બીમાર છે, તો તે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે.