તનીષા મુખર્જીએ કરાવ્યું હોટ ફોટો શૂટ, સોશિયલ મીડિયા પર ધૂમ

તનીષા મુખર્જીએ હાલમાં એક હોટ ફોટો શૂટ કરાવ્યુ છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. તનીષા મુખર્જી કાજોલ મુખર્જીની નાની બહેન છે અને બબીતાની પુત્રી છે. છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મોમાં પોતાનુ સ્થાન ટકાવી રાખવા મથી રહી છે. આ માટે તે આવુ કંઈકને કઈક કરતી રહે છે. તનીષાને જોઈએ તેટલી સફળતા મળી નથી તેની ફિલ્મો પણ ખાસ ચાલી નથી.

તનીષાએ ટીવી પડદે પણ કામ કર્યુ છે અને ટૂંક સમયમાં તેનો એક શો આવવાનો છે આ ફોટોશૂટને એ શોનો એક ભાગ માનવામાં આવે છે. થોડા સમય પહેલા સમાચારો મળી રહ્યા હતા કે તેના જીજાજી તેની ડૂબતી કેરિયરને સહારો આપશે. આ સમાચાર બાદ ચર્ચાએ ખાસ્સુ જોર પકડ્યુ હતુ.