તમન્ના ભાટિયા આગામી ફિલ્મમાં સ્પોર્ટસ કોચની ભૂમિકામાં જોવા મળશે

સંપથ નંદીની સ્પોર્ટ આધારિત ફિલ્મમાં તમન્ના ભાટિયા કોચની ભૂમિકામાં જોવા મળશે. તે મહિલા ખેલાડીઓની કોચ બનશે જે ગોપીચંદની ટીમની સામે હશે. આ ફિલ્મનું શિર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી.

 

 

દિગ્દર્શક સંપથ નંદી અને મને સાથે કામ કરવામાં સારી ફાવટ છે. તેણે મને સ્ટોરીનું નરેશન કર્યુ ંહતું. આ સ્ક્રિપ્ટ મને રોમાંચિત અને એકસપરીમેન્ટલ લાગી હતી. સ્પોર્ટ્સે મારો મનમગતો વિષય છે. મારે આ પાત્ર માટે ઘણી મહેનત અને તાલીમ લેવાની છે,” તેમ તમન્નાએ જણાવ્યુ હતું.

 

 

ભારતીય રમત-ગમતના કોચ ગોપીચંદ, રમાકાન્ત આચરેકર, ગુરુ હનુમાન, સતપાલ સિંહ જેમણે ભારતની રમત-ગમતને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે. મારો આ ફિલ્મમાં રોલ તેમને શ્રદ્ધાજલિ તરીકે હશે,” તેમ તમન્નાએ વધુમાં જણાવ્યું હતું.

 

 

આ પાત્ર માટે તમન્ના મને એકદમ ફિટ લાગી હતી. તે એક ટેલન્ટેડકટ્રેસ છે. મારી આ ફિલ્મ સ્પોરેટસ પર આધારિત હોવાથી શારિરીક રીતે એકટિવ હોય તેવી અભિનેત્રી જોઇતી હતી. તમન્નાએ આ ફિલ્મ માટે તાલીમ શરૂ કરી દીધી છે,” તેમ દિગ્દર્શકે જણાવ્યુ હતું.