તિલક લગાવી શાહરૂખે પાઠવી શુભેચ્છા તો થયો ટ્રોલ, હવે આ દિગ્ગજ એક્ટ્રેસે ટ્રોલર્સની લીધી ક્લાસ

દેશના લોકો હાલ દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે બોલિવૂડમાં પણ દિવાળીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. બોલિવૂડ સિલેબ્રિટીઝની દિવાળી પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ત્યારે દિવાળી નિમિત્તે બોલિવૂડ કિંગ ખાને પણ એક તસવીર પોસ્ટ કરી ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી. પરંતુ હવે પોસ્ટ તસવીરના કારણે તે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થઈ રહ્યો છે

આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાનને તેના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દીકરા અબ્રાહમ અને પત્ની ગૌરી ખાન સાથે એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ત્રણેયના કપાળ ઉપર તિલક કરેલો છે. જેના કારણે કેટલાક કટ્ટરવાદીઓએ શાહરૂખના તિલક લગાવવા પર સવાલ ઉઠાવવા. ટ્રોલિંગ વધારે થતા હવે દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીએ શાહરૂખનો પક્ષ લઈ ટ્રોલર્સને બરાબરના આડે હાથ લીધા છે.

અભિનેત્રીએ ટ્વીટ કરી લખ્યું કે,‘હું હેરાન છું કે શાહરુખની દિવાળીની શુભેચ્છાઓ પર કેટલાક કટ્ટરપંથીઓ પોતાનો ગુસ્સો ઉતારી રહ્યા છે અને શાહરૂખના તિલક લગાવવા બદલ તેમને નકલી મુસલમાન કહી રહ્યા છે. ઇસ્લામ એટલો બધો કમજોર નથી કે ભારતની સુંદર પરંપરાથી તેને કોઈ ખતરો થાય! ભારતની ખૂબસૂરતી તેની ગંગા જમુનાની તહેઝિબમાં છે.’