તૈમૂર દિવસમાં બે વાર આ ફિલ્મનું ટ્રેલર જોવે છે…

સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ લાલ કપ્તાનનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. ફિલ્મમાં સૈફનો લુક રૂંવાટાં ઊભાં કરી દેવાવાળો છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને બહુ પસંદ કરવામાં આવ્યું છે. સૈફ અલી ખાનના દીકરા તૈમૂરને પણ લાલ કપ્તાનનું ટ્રેલર બહુ પસંદ કરવામાં આવ્યું છે.

 

 

ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને જણાવ્યું, લાલ કપ્તાનનું ટ્રેલર જોઇ તૈમૂરનું કેવું રિએક્શન હતું. સૈફે કહ્યું, તૈમૂરે આને ન દેખવું જોઇએ, પરંતુ રોજ રાત્રે તે કહે છે કે, મને મારા-મારીનું ટ્રેલર બતાવો. પહેલાં તો મને લાગ્યું કે તે તાનાજી (સૈફની બીજી અપકમિંગ ફિલ્મ)ની વાત કરી રહ્યો છે. મેં તેને પૂછ્યું કયું બતાવું તો, તૈમૂરે કહ્યું લાલ કપ્તાન. તેને ટ્રેલર બહું ગમ્યું. તે દિવસમાં બે વાર ટ્રેલર જુએ છે.

 

 

આ પહેલાં જ્યારે સૈફને લાલ કપ્તાન અંગે કરીનાના રિએક્શન વિશે પૂછ્યું તો સૈફે કહ્યું હતું કે, આ કરીનાના પ્રકારની ફિલ્મ નથી. આ થોડી બૉયઝ પ્રકારની ફિલ્મ છે, કદાચ હું ખોટો છું, પરંતુ આ કરીનાના પ્રકારની ફિલ્મ છે.

 

 

ઉલ્લેખનિય છે કે, લાલ કપ્તાન 18મી સદીના બેકગ્રાઉન્ડમાં બનેલી ફિલ્મ છે. તેમાં સૈફ અલી ખાને નાગા સાધુનો રોલ પ્લે કર્યો છે અને તેમાં જોયા હુસૈન અને દીપલ ડોબરિયાલે પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ 18 ઓક્ટોમ્બરે રિલીઝ થશે. નવદીપ સિંહે ફિલ્મને ડિરેક્ટ કરી છે.