દબંગ થ્રીની હીરોઇન સઈ માંજરેકરની તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ

ફિલ્મ અભિનેત્રી બનવા જઈ રહેલી ફિલ્મ અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકરે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. સઈ બહુ જલદી દબંગ થ્રીમાં દેખાશે. હાલમાં જ સોશિયલ મીડિયા પર સઈની દબંગ થ્રીની તસવીરો લીક ન થઈ જાય એ માટે સેટ પર મોબાઇલ ફોન પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી, પણ હવે સઈ માંજરેકરે જ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક તસવીરો શેર કરી છે. એ હવે સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહી છે. હાલમાં જ સઈએ પોતાના સીનનું શૂટિંગ કરી લીધું છે, હવે તે એક ગીત કરવા તૈયાર થઈ રહી છે.