દિવાળીમાં ‘મગસ’થી મહેમાનનું મોં કરાવો મીઠું, આ રીતે બનાવો

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક લોકો તેમના ઘરે અવનવા મિસ્ટાન બનાવતા હોય છે. મગસનું નામ પડતા જ ખાસ કરીને લોકોના મોંમાં પાણી આવી જાય છે. જે ચણાના લોટમાંથી બનતી વાનગી છે. ખાસ કરીને મગસને પ્રસાદ તરીકે ચઢાવાય છે. તો આજે અમે તમારા માટે મગસની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ મગસ..

સૌ પ્રથમ ચણાનો લોટ અને ઘી મિક્સ કરીને ગાળી લો. એક કઢાઈમાં બાકીનું ઘી ગરમ કરો અને તેમાં ચણાના લોટ અને ઘીનું મિશ્રણ ઉમેરો. ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યા સુધી શેકો. હવે તેમાં માવો ઉમેરીને ધીમી આંચ પર શેકો અને બાજુમાં મૂકી દો. હવે બીજી એક કઢાઈમાં ખાંડ અને પાણી મિક્સ કરીને 1 તારની ચાસણી બનાવો. આ ચાસણીને ચણાના શેકેલા લોટમાં મિક્સ કરો. તેમાં ઈલાયચી પાવડર ઉમેરો. એક થાળીમાં ઘી લગાડીને રાખો અને આ મિશ્રણ તેમાં પાથરી દો. મગસ પર પિસ્તા અને બદામ સજાવી દો અને ઠંડો પડે એટલે નાના ટુકડા કરી લો. આ મગસ તમે એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે તે સિવાય તમે મગસના લાડું પણ બનાવી શકો છો.