દિશા પટાણી આગામી ફિલ્મમાં એક વિશેષ ડાન્સ કરશે

દિશા પટાણીની આગામી ફિલ્મ સલમાન ખાન સાથેની છે. જેમાં તે એક ખાસ ડાન્સક રવાની છે, અને એ માટે તેને ટાઇગર શ્રોફ મદદ કરી રહ્યો હોવાના સમાચાર છે.

એક ઓનલાઇન પોર્ટલના અનુસાર, ‘દિશા પટાણી સલમાનની ફિલ્મ ‘રાધે’માં એક ખાસ સોન્ગમાં જોવા મળવાની છે. જેના માટે તે બહુ મહેનત કરી રહી છે. એમ પણ ચર્ચા છે કે, આ ગીતની તૈયારીમાં દિશા પોતાના બોયફ્રેન્ડ ટાઇગરની મદદ લઇ રહી છે. ટાઇગર તેને આ ગીત માટે ખાસ તાલીમ આપી રહ્યો છે. વાત તો એવી પણ છે કે, આ ગીતમાં સલમાન ખાન પણ જોવા મળવાનો છે.

સલમાનની આ એકશન ફિલ્મને પ્રભુદેવા દિગ્દર્શન કરી રહ્યો છે. દિશા પોતાના ડાન્સ સ્ટેપ દ્વારા પ્રભુદેવાને પ્રભાવિત કરવા માંગે છે. ટાઇગર એક સારો ડાન્સર છે તે સહુ કોઇજાણે છે. તેથી દિશા આ માટે ટાઇગરની મદદ લઇ રહી છે.