દીપિકા પાદુકોણ પર ભડકી રંગોલી ચંદેલ, કહ્યું કે- કંગનાને ડિપ્રેશનનું નાટક નથી આવડતુ

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતની બહેન રંગોલી ચંદેલ એકવાર ફરી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પર ભડકી છે. રંગોલીએ કેટલાંય ટ્વીટ્સ કરી મેન્ટલ હેલ્થ પર કમેન્ટ કરવા માટે દીપિકાને સંભળાવ્યું હતું.

દીપિકાએ હાલના ઈન્ટરવ્યૂમાં ફિલ્મ જજમેન્ટલ હે ક્યાની રિલીઝ વખતે મેન્ટલ હેલ્થ પર થયાલા વિવાદ પર વાત કરી હતી. દીપિકાએ જણાવ્યું હતુ કે જ્યારે અમારી પાસે મેન્ટલ હૈ ક્યા જેવી ફિલ્મો હોય છે તો અમારી પાસે ખાસ પ્રકારના પોસ્ટર પણ હોય છે. અમારે વધુ સેન્સિટિવ થવુ પડશે કારણ કે આપણે માનસિક બીમારીને સમજે તેવા કલંકને હટાવવા માટે કામ કરી રહ્યાં છે. પરંતુ બીજી તરફ તે તેને સ્ટીરિયોટાઈપ કહે છે.

દીપિકાના આ નિવેદને રંગોલીને ભડકાવી દીધી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું છે કે કંગના રાનૌતે મગજની બીમારી પર ખૂબ જ સારી ફિલ્મ બનાવી છે તેનાથી લોકોને પ્રોબલેમ છે. વાહ સારૂ છે તમારા જેવા લોકો ક્લાસી નથી, કંગનાને અત્યારે એ લાગે છે તે આપણે મેન્ટલ શબ્દનો નોર્મલ કરવો જોઈએ.

બીજા ટ્વીટમાં રંગોલીએ લખ્યું કે સોરી કંગનાને ડિપ્રેશનનું નાટક નથી આવડ્યું. કંગનાએ પરફેક્શનની સાથે મેન્ટલી પરેશાન દર્દીનો રોલ નિભાવ્યો હતો. કેટલી નાદાન છે. ઈમેજ બનાવી શકી નહી પબ્લિક અને મીડિયાને પોતાની આંગળીઓ પર ફેરવી શકી નહીં. બસ ઈમાનદારીથી પોતાના કામમાં લાગી રહી. તેનાથી વધુ મુર્ખ કોઈ છે? રમનાર તો રમે છે.

રંગોલીએ દીપિકા પર હુમલો કરતા વખ્યું કે અરે બાબા કેવી રીતે હું તેમની મજાક બનાવી શકુ છું. કાલે તેમણે કહ્યું હતુ કે કંગનાને મેન્ટ હે ક્યા ટાઈચલ સાથે ફિલ્મ નહોતી બનાવવી જોઈતી. ટાઈટલ બદલી ગયુ છે. મેન્ટલ હે ક્યા જેવી કોઈ ફિલ્મ નથી. હું તો હેરાન છુ કે કઈ વસ્તુના સાઈડ ઈફેક્ટ છે આ.. રંગોલીએ ટ્વીટમાં એ કહ્યું કે દીપિકાના ફેન્સ પણ મારા પર વરસી ગયા છે.