દીપિકા પાદુકોણ વિશ્વ માનસિક દિવસ પર બિમાર લોકોની મદદે આગળ આવી

૧૦ ઓકટોબરે, ‘વિશ્વ માનસિક દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. માનસિક રીતે બિમાર લોકોની મદદ માટે દીપિકા પદુકોણ આગળ આવી છે. વાસ્તવમાં તેણે માનિસક રોગીઓને આર્થિક સહાય કરવા માટે પોતાના મોંઘાદાટ પરિધાનોની લીલામીનો નિર્ણય લીધો. આ લીલામમાંથી મેળવેલ રકમ તે માનસિક રોગથી પીડાતા લોકો પાછળ વાપરવાની છે.

દીપિકાએ આ સાથે પોતાના પ્રશંસકોને પણ કોઇ પણ રીતે માનસિક રોગીઓને મદદ કરવાની અપીલ કરી છે. તેમજ તેણે પોતાના પ્રશંસકો તેમજ અન્ય લોકોને ‘જિયો પ્યાર ઔર મુસ્કારાઓ’ અભિયાનમાં જોડાવાનું કહ્યું છે.

દીપિકાએ ૨૦૧૫માં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જેના દ્વારા તે માનસિક બિમારીથી પીડાતાઓને સહાય કરે છે. આ ઉપરાંત તે અન્યોને પણ આ લોકોને મદદ કરવાની વિનંતી કરે છે.