દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ, સમુદ્રના પાણીને પીવા લાયક બનાવશે

કેન્યાના બિનસરકારી સંગઠન ગિવ પાવરે દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યુ છે જે સમુદ્રના ખારા પાણીને પીવા લાયક બનાવશે. તેને પાપુઆ ન્યૂ ગિનીના કિઉંગા શહેરમાં સ્થાપિત કરાયું છે. દાવો છે કે અહીંથી દરરોજ 35 હજાર લોકોને પીવા લાયક પાણી મળશે. સોમાલિયાન સરહદ નજીક ભારતીય મહાસાગરના કિનારે માછલી પકડનારા સમુદાયનું એક ગામ છે જ્યાં આશરે 3500 લોકો રહે છે.

અહીં વીજળીની સાથે સાથે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. તેનો સામનો કરવા માટે સંસ્થાએ પ્લાન્ટ લગાવ્યો છે. ડબ્લ્યૂએચઓ અનુસાર દુનિયામાં 84.40 કરોડ લોકોને પીવાનું પાણી મળી શકતું નથી. તેમાંથી ત્રણ લાખથી વધુ બાળકો એવા છે જે દર વર્ષે પીવાના પાણીથી થતાં રોગને કારણે મૃત્યુ પામ્યા છે. હાલમાં લગભગ 200 કરોડ લોકો પાણીના અભાવવાળા ક્ષેત્રોમાં રહે છે.