દે દે પ્યાર દેની એક્ટ્રેસ રકુલપ્રીત સિંગે શા માટે ફિલ્મમાં કેમિયો કરવાનો લીધો નિર્ણય?

જ્યારથી સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રિત સિંહ, તારા સુતરિયા અને રિતેશ દેશમુખ અભિનિત ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે,ત્યારથી અવનવી અટકળો થવાનું શરૂ થઇ ગયું છે. ફિલ્મ ‘મરજાવાં’ના ટ્રેલર રિલીઝ થતાં જ રકુલપ્રીત સિંહની ભૂમિકા વિશે ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ટ્રેલરમાં રકુલપ્રીતની એક માત્ર ઝલક જોવા મળી રહી છે. આ પરથી લોકો અટકળ બાંધી રહ્યા છે કે, આ ફિલ્મમાં રકુલનું પાત્ર નાનકડું હશે અથવા તો મેકર્સ તેના પાત્રને ખાનગી રાખવા માંગે છે.

રકુલન રોલ વિશે તે જાણવા મળ્યું નથી. રિતેશ દેશમુખ આ ફિલ્મમાં વિલનના પાત્રમાં છે, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા મસાલેદાર ડાયલોગ સાથે એકશન કરતો જોવા મળશે.

રકુલના રોલ પર કાતર ફેરવવામાં આવી છે કે, તેનો આ ફિલ્મમાં કેમીયો જ છે તે હજુ જાણવા મળ્યું નથી. કહેવાય છે કે, ફિલ્મ રીલીઝ બાદ જ આની જાણ થશે. ઉલ્લેખનીય છે કે, રકુલ આપહેલા અજયદેવગણ સાથે કોમેડી ફિલ્મ ‘ દે દે પ્યાર દે’માં જોવા મળી હતી.