દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર સામે અનોખુ વિરોધ પ્રદર્શન

દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અનોખા વિરોધ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. ખેડૂતોના વિવિધ પ્રશ્ને સરકારની નિષ્ફળતાના મુદ્દે આંખે પાટા બાંધી કોંગ્રેસ દ્વારા આવેદન આપવામા આવ્યું હતું. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ખુબ જ નુકસાન ગયું છે. સરકાર તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરી 100% પાક વીમો ચુકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સરકારની ઉદાસીનતાને લઈ ખેડૂતોને વ્યાપક હાલાકી પડી રહી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આક્રમક વલણ અપનાવી તાત્કાલિક સરકાર પગલાં લે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે રોજગારીના મુદ્દે સરકાર પગલાં લે તેવી પણ માંગ કરાઈ હતી.

સાથે ટ્રાફિક નિયમન ના નામે બનાવેલા કાળા કાયદાઓ તાત્કાલિક રદ કરવામાં આવે અને આર્થિક મંદીમાં ફસાયેલા વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને સરકાર તરફથી તાત્કાલિક સહાય આપે તેવી માંગો સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.ધારાસભ્ય વિક્રમ માડમ સહિત જિલ્લા કોંગ્રેસના યાસીન ગજ્જન સહિત જિલ્લા કોંગ્રેસના 100થી વધારે અગ્રણીઓ આજે કલેકટર કચેરીએ આંખે પાટા બાંધી અનોખા વિરોધ સાથે આવેદન આપવા પહોંચ્યા હતા સરકારની આંખ ખોલવા જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓએ આંખે પાટા બાંધી આંધળી સરકારને જગાવવા અનોખું વિરોધ પ્રદર્શન કરી આવેદન આપી વિવિધ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.