ધનતેરસની પૂજામાં સાથે રાખો આટલી વસ્તુ શીઘ્ર ફળની થશે પ્રાપ્તિ

શાસ્ત્રમાં ધનતેરસ નો વિશેષ મહિમા વર્ણવ્યો છે શાસ્ત્ર અનુસાર ધનતેરસ કાળીચૌદસ અને દિવાળીને સિદ્ધ રાત્રિ અને દિવસ કહ્યા છે તેથી જ ધનતેરસ એ કરેલી લક્ષ્મી પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી હોય છે માટે અનાદીકાળથી ધનતેરસ લક્ષ્મી પૂજન કરાય છે, પરંતુ સાથે જ ધનતેરસે ધન્વંતરી દેવનું અને કુબેર દેવ નું પણ પૂજન કરવું અનિવાર્ય છે આરોગ્ય સુખાકારી ના દેવ ધન્વંતરી છે અને સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ કુબેર છે લક્ષ્મીકૃપા તેની જે સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું ઐશ્વર્ય અને સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન સાથે આ બંને દેવોની આરાધના કરવાનો મહિમા છે.

પારંપારિક રીતે કરાતી મહાલક્ષ્મી પૂજામાં પણ માતા લક્ષ્મીને પ્રિય હોય તેવા પુષ્પ પ્રસાદ પૂજાપો સુગંધ અને વિશેષ મંત્રો દ્વારા કરેલ પૂજાથી અવશ્ય લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી પૂજામાં મા લક્ષ્મીને રિઝવવાની નીચે ના પ્રયોગો કરવાથી પણ અચૂક ફળની પ્રાપ્તિ થાય છે. માતાજીને કમળના પુષ્પ ગુલાબના પુષ્પો અને શ્વેત સુગંધિત પુષ્પો અતિપ્રિય છે તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ એમને અતિપ્રિય છે ગુલાબની સુગંધ મોગરાની સુગંધ કે ચંદનની સુગંધ તેમને અતિ પ્રિય છે પૂજા ખાસ અબીલ ગુલાલ સિંદુર કુમકુમ અક્ષત મીઠા ફળ ફળાદી તેમજ પંચામૃત કેસર દૂધ કમળ કાકડી વગેરે પૂજામાં અવશ્ય રાખવું

(મહાલક્ષ્મીના મંત્ર જાપ માટે કમળકાકડીની માળા સ્ફટિકની માળા કે તુલસીની માળાથી જાપ કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે)

-મહાલક્ષ્મી પ્રસિદ્ધ બીજ મંત્ર પ્રયોગ
અનુસાર લક્ષ્મી પૂજા કરતા સમયે સતત તેનો જાપ પૂજા કરનાર એ અને પૂજામાં સાથે બેઠેલ ઘરના સભ્યોએ કરવો કરવો તેમજ મા લક્ષ્મીની કૃપા આપણા પર બની રહે તેના માટે પ્રાર્થના પૂર્વક એક માળા કરવી આમ કરવાથી વર્ષ પર્યંત લક્ષ્મી માતાની કૃપા બની રહે છે

આ મંત્ર દ્વારા કુબેરજી ના આશીર્વાદ રૂપે સુખ-સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે
આ મંત્ર આ પ્રયોગમાં સ્નાનાદિકાર્યથી શુંધ્ધ થઈ પારંપારિક મહાલક્ષ્મી પૂજન કરી લીધા બાદ ધનતેરસને દિવસે જ કુબેરજી ના ફોટા મૂર્તિ કે યંત્ર સમક્ષ બેસી એક માળા કરવાની હોય છે તથા અગિયાર દિવસ સુધી તેજ પ્રકારે સાંજના સમયે નિયમિત એક માળા કરવાની અને કુબેર દેવને પ્રાર્થના કરવી કે તેમના આશીર્વાદથી સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય આ મંત્ર ના શ્રદ્ધાપૂર્વક ના પ્રયોગથી અચૂક પ્રભાવથી સીગરે ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં કોઈ કમી રહેતી નથી

-વ્યાપાર ઉન્નતિ લક્ષ્મી મંત્ર
ધનતેરસ એ વેપાર ધંધા ના સ્થાને બેસી ઘીનો દીપક તેમજ અગરબત્તીનો ધૂપ કરી મા લક્ષ્મી સમક્ષ બેસી અહીં આપેલ મંત્રની ત્રણ માળા કરવી ત્યારબાદ દર શુક્રવારે એક માળા કરવી જ્યાં સુધી વેપાર-ધંધાની ઉન્નતિ ન થાય ત્યાં સુધી આ પ્રયોગ કરવો મહાલક્ષ્મીના મંત્ર પ્રભાવ થી વેપાર-ધંધાની ઉન્નતિ થાય છે