નુકસાન / સુરત-નવસારી જિલ્લામાં ડાંગરના પાકને 40 કરોડનું નુકસાન, વરસાદને કારણે પાક જમીનદોસ્ત થઈ ગયો

સુરતઃ જિલ્લામાં અચાનક પડેલા વરસાદથી દ.ગુજરાત ના ખેતરોમાં ડાંગરના ઉભા પાકને ભારે નુક્શાન પહોચ્યુ છે. રાતે પડેલા વરસાદને કારણે સમગ્ર દ.ગુજરાતમાં 15 થી 20 ટકા ડાંગરના પાકને નુક્શાન થયુ છે. દ. ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલના કહ્યા અનુસાર ઓલપાડ, નવસારી, બારડોલી, હાસોટ અને ચોર્યાસી તાલુકા મળીને ચાલુ વર્ષે 30 લાખ ગુણી ડાંગરનો પાક થશે એવી આશા હતી જેમાં અંદાજે 40 કરોડના નુક્શાનની ભીતી સેવાઈ રહી છે. ઓલપાડ બરબોધાન ગામના ખેડુત પોતાના ખેતરનું નુક્શાની ચકાસણી કરી રહ્યા છે. – રિતેશ પટેલ

જરૂરી દવાઓનો છંટકાવ કરવાથી ફાયદો થાય
ફૂગ જન્ય જૈવિક જંતુનાશક દવા 10 લિટર પાણીમાં 40 ગ્રામ લઇને છંટકાવ કરવો જોઇએ. આ જૈવિક દવા રસાયણિક દવાઓ સાથે વાપરી શકાય છે. પરભક્ષી ક્રાઇસોપાની 15 દિવસે બે વખત છાંટવી જોઇએ. લીલીઇયળનો ઉપદ્વવ અટકાવવા એચએનપીવી તથા એેસ એન ટીવી હેકટરે 700 લીટર પાણીમાં ભે‌ળવીને છંટકાવ કરવો જોઇએ. ચૂસીયા જીવાતના નિયંત્રણ માટે લીંબોડીના મીજનું 5 ટકા પ્રવાહીનું મિશ્રણ તથા લીંબોડીનું તેલ 50 મીલી + 10 મીલી ટ્રાઇટ્રોન ભેગુ કરીને 10 લિટર પ્રમાણે છંટકાવ કરવો.

સૂર્યપ્રકાશ મ‌ળે તો પાકને બચાવી શકાય
માવઠું પડ્યા બાદ સૂર્ય પ્રકાશ સતત નીકળે ત્યારે માવઠામાં પલળેલી મગફ‌ળીને સૂકવવામાં આવે અને તેને પૂરતો સૂર્ય પ્રકાશ મળે તો ફૂગ અટકાવી શકાય છે. સૂર્ય પ્રકાશના કારણે ફૂગ અટકી જતાં દાણાની ગુણવત્તા જ‌ળવાઇ રહે છે.