નૂસરત જહાંએ કોલકત્તામાં સિંદુર ખેલાની ઉજવણી કરી મા દુર્ગાને આપી વિદાય

ટીએમસી સાંસદ નૂસરત જહાંએ કોલકત્તામાં સિંદૂર ખેલાની ઉજવણી કરી મા દુર્ગાને વિદાય આપી. નૂસરતે લગ્ન બાદ પહેલીવાર સિંદૂર ખેલામાં હાજરી આપી છે. વિજયાદશમી બાદ બંગાળમાં સિંદૂર ખેલાનું આયોજન કરવામાં આવે છે. સિંદૂર ખેલા બાદ મા દૂર્ગાને વિદાય આપવામાં આવે છે. સિંદૂર ખેલા દરમ્યાન મહિલાઓ એક-બીજાને રંગ લગાવે છે.

ત્યારે નૂસરત જહાંએ પણ પોતાના પતિ નીખિલ જૈન સાથે દુર્ગા પંડાલમાં સિંદૂર ખેલાની ઉજવણી કરી હતી. નૂસરતે જે બાદ જણાવ્યુ હતુ કે, મારે જેમને મેસેજ આપવાનો હતો તે આપી દેવામાં આવ્યો છે. આ પહેલા નૂસરતે દુર્ગા પંડાલમાં પૂજા કરતા ઉલેમાઓ ભડકી ગયા હતા. અને નૂસરતને પોતાનું નામ બદલી લેવાની સલાહ આપી હતી..