પતિ નિકને લઈ હેરાન છે પ્રિયંકા ચોપરા, અડધી રાત્રે જાગી-જાગીને કરે છે ચેક

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને એક વર્ષ પૂરું થવામાં છે. બંને પોતાના લગ્ન જીવનથી ઘણાં ખુશ જોવા મળે છે. પરંતુ એક વાત છે જે પ્રિયંકાને હેરાન કરે છે. પ્રિયંકાને એ વાત એટલી હેરાન કરે છે કે તે રાત્રે સૂતાં-સૂતાં પણ જાગે છે.

તાજેતરમાં નિક જોનાસે ખુલાસો કર્યો હતો કે તે બાળપણમાં કોમામાં ચાલ્યો ગયો હતો. તેને 13 વર્ષની ઉંમરમાં ખ્યાલ આવી ગયો હતો કે તેને 1 ટાઈપનો ડાયાબિટીસ છે. તેના ડરથી તે કોમામાં જતો રહ્યો હતો. જોકે એ વાતનો ખુલાસો નથી કર્યો કે તેને કોમામાંથી બહાર આવતા કેટલો સમય લાગ્યો.

હવે પતિ નીકની આ બીમારીના ડરના કારણે પ્રિયંકાની નીંદ ઉડી ગઈ છે. તાજેતરમાં પ્રિયંકાએ જણાવ્યું કે, જ્યારે અમારા લગ્ન થયા હતા તો શરૂઆતમાં મને સમજાતું નહોતું આવતું અને હું સમજી પણ નહોતી શકતી. પરંતુ નિક આ વાતને લઈ સજાગ રહેતાં હતા, તેને ઊંઘમાં પણ ખ્યાલ આવતો હતો કે તેનું શુગર લેવલ નીચું જઈ રહ્યું છે. ઈસ દરમિયાન પ્રિયંકા ચોપરાએ કહ્યું, લાંબા સમયથી રાતે જાગીને ચેક કરું છું કે બધું બરાબર છે ને.

નિક આ બીમારીથી ઘણો નાનો હતો ત્યારનો સામનો કરી રહ્યો છે. માટે તેના ડિસિપ્લિનને લઈ ઘણો સ્ટ્રિક્ટ રહે છે. તેને સારી રીતે ખબર છે કે ક્યારે શું કરવું જોઈએ અને ક્યારે ન કરવું જોઈએ. સાથે પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે નિક આ બીમારીને પોતાના પર હાવી નથી થવા દેતો. તે પોતાની જિંદગીમાં દરેક વસ્તુ કરે છે, જે કરવા માગે છે. નિકનો જીવનને લઈ જે પોઝિટિવ અપ્રોચ છે તે પ્રિયંકાને ઘણો પ્રેરિત કરે છે.