પત્નીને ફોન પર વાત કરતા જોઇ પતિએ ગુમાવ્યો પિત્તો અને જીવનસાથીની કરી નાંખી હત્યા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના નાનીખજુરી ગામે આડા સંબંધની શંકાએ પતીએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. હત્યા કર્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના અંતરીયાળ વિસ્તારમા આવેલ નાની ખજુરી ગામે એક 35 વર્ષીય કાશમ બેનની તેના જ પતી એ હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે. વાત એમ હતી કે કાસમ બેન અને તેમના પતી શનાભાઇ ભાઇ વચ્ચે અવારનવાર ઝગડા થતા ત્યારે મરનાર કાસમ બેન તેના પિયર જતી રહેતી હતી. ત્યાર બાદ સમજાવટ બાદ કાસમ બેન નાની ખજુરી ગામે તેના પતી ઘરે આવી હતી. ત્યારે ગઈ કાલે સવારે 11 વાગ્યાની આસપાસ કાસમ બેન ફોન ઉપર કોઇ જોડે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન શનાભાઇ આવ્યા અને કાસમ બેનને કહેવા લાગેલ કે તુ કોની જોડે વાત કરે છે તેમ કહેતા જ શનાભાઇ વધારે ગુસ્સામા આવી ને કાસમ બેનને મારવા લાગ્યા હતા અને બન્ને વચ્ચે ઝગડો વધારે ઉગ્ર બન્યો હતો. શનાભાઇને ગડદા પાટુનો માર માર્યો તેમજ કાસમ બેનને કમર, છાતી, તેમજ સુવાળા ગુપ્ત ભાગે તેમજ ઢીંચણ ના ભાગે મારેલ તેમજ શના ભાઇએ વધારે ઉગ્ર બનીને કાસમ બેનનુ ગળુ દબાવી તેમની ઠંડા કલેજે હત્યા કરીને ત્યાથી ફરાર થઈ ગયો હતો નાની ખજુરી ગામે હત્યારા પતિ શનાભાઇએ તેની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો ત્યાર બાદ આ વાત ની જાણ ગામના સરપંચ ને થતા સરપંચે તેના સગા વ્હાલાને જાણ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિને શોધવાના ચક્રો ગતીમાન કર્યા છે.