પાકિસ્તાનમાં પરફોર્મન્સ આપનાર મીકાસિંહ પર બોલિવૂડે બોલાવ્યો સપાટો, એવો નિર્ણય કર્યો કે…

મીકાસિંહને લોકોએ તો ખરી ખોટી સંભળાવી જ છે પણ હવે સંસ્થા આખી તેનાં પર ગુસ્સે થઈ છે. બોલીવુડ સિંગર મીકાસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. મીકાસિંહને પાકિસ્તાનના કરાંચીમાં પરફોર્મ આપવું ખરેખરૂ મોંઘુ પડ્યું છે. ભારતીય સિને એસોસિએશને મીકાસિંહ પર પુરી રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

હતું એવું કે કરાંચીમાં મીકાસિંહે જુમ્મે કી રાત ગીત ગાયું હતું અને એનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેના કારણે લોકોએ તેનાં પર કરેલી અપાર ટિકાનો મીકાને સામનો પણ કરવો પડ્યો હતો. જમ્મૂ-કશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન મીકાસિંહે આ પરફોર્મ કર્યું છે એટલે આ મુદ્દો અત્યારે ગરમાયો છે. ભારતીય ફેન્સમાં મીકા પ્રત્યે ફુલ ગુસ્સો ફેલાઈ ગયો છે અને હવે તો બોલિવૂડની નામી સંસ્થાએ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.

AICWAએ મીકાસિંહ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તેને બોયકોટ કરાશે. સાથે જ મ્યૂઝિક કંપની, મુવી પ્રોડક્શન હાઉસ અને ઓનલાઈન મ્યૂઝિક કન્ટેન્ટ પ્રોવાઈડરથી પણ બોયકોટ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પરવેઝ મુશર્રફના સંબંધી અસદની દીકરી સેલિનાની મહેંદીમાં મીકાસિંહે પરફોર્મ કર્યું હતું.