પ્રિયંકા બાદ શાહરૂખ પર રઘવાયું થયું પાકિસ્તાન, હજું તો ટ્રેલર આવ્યું ત્યાં મરચા લાગ્યાં…

હાલમાં જ પ્રિયંકા ચોપરા અને પાકિસ્તાન વચ્ચે વિવાદ થમ્યો છે અને એવામાં હવે શાહરૂખ ખાનથી પાકિસ્તાન ભડક્યું છે. હાલ શાહરૂખ ખાન નેટફ્લિક્સની વેબ સીરિઝ બોર્ડ ઑફ બ્લડને લઇને ચર્ચામાં છે. વેબ સીરીઝ બોર્ડ ઑફ બ્લડને લઇને પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે શાહરૂખ ખાનને કંઈક કહ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર શાહરૂખને બોલીવુડ સિન્ડ્રોમથી પીડિત જણાવ્યો છે.

આ વેબ સીરિઝને શાહરૂખ પ્રોડ્યૂસપ કરી રહ્યો છે. એમાં ઇમરાન હાશ્મી અને વીનિત કુમાર સિંહ મુખ્ય કિરદાર નિભાવતા જોવા મળશે. વેબ સીરિઝનું ટ્રેલર આવી ગયું છે. એમાં ભારત અને પાકિસ્તાનનની ગુપ્ત એજન્સીઓની વચ્ચે થતો ટકરાવ બતાવવામાં આવ્યો છે. હવે આ વેબ સીરિઝને લઇને પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરને મરચું લાગ્યું છે. તેણે કહ્યું કે શાહરૂખ બોલીવુડ સિન્ડ્રોમથી પીડિત છે.

ગફૂરે પોતાના ટ્વીટર પર લખ્યું કે ‘શાહરૂખ ખાન બોલીવુડ સિન્ડ્રોમમાં જ રહે. વાસ્તવમાં રૉ ના જાસૂસ કુલભૂષણ જાધવ, કિંગ કમાન્ડર અભિનંદન અને 27 ફેબ્રુઆરી 2019ની સ્થિતિ જુઓ. તમે એની જગ્યાએ ભારત અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જઇ રહેલા અત્યાચાર અને નાજીવાદ પ્રત્યે આસક્ત આરએસએસની વિરુદ્ધ શાંતિ અને માનવતાને પ્રોત્સાહિત કરી શકે છે.’ ઉલ્લેખનીય છે કે વેબ સીરિઝ બોર્ડ ઑફ બ્લડમાં એવા ત્રણ ભારતીય જાસૂસોની કહાની છે જે એક રેસક્યૂ મિશન પર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાય છે. ટ્રેલરમાં એને સ્યુસાઇડ મિશન જણાવવામાં આવ્યું છે.