ફેસબુક, ઈંસ્ટાગ્રામ જેવું ફીચર ગૂગલ ફોટોમાં પણ આવ્યું, જાણો વિગતો

ગૂગલ ફોટોસમાં યૂઝર્સને નવા ફીચર મળશે. તેમાંથી કેટલાક ખાસ ફીચર પણ છે જે તમને લાભ કરાવી શકે છે. જો કે કંપનીએ તાજેતરમાં જ કેટલાક ફીચર એક્ટિવ કર્યા છે. રિપોર્ટ અનુસાર ગૂગલ ફોટોસમાં યૂઝર્સને પ્રોફાઈલની ઈમેજને એપની હોમ સ્ક્રીન પર રાખવાની સુવિધા મળશે. આ જાણકારી એક ટ્વીટ કરી આપવામાં આવી છે. અકાઉંટ સ્વિચર જીમેલની જેમ કામ કરે છે જેનાથી તમે એક કરતાં વધારે અકાઉંટ સ્વિચ કરી શકો છો. સ્વાઈપ ટુ સ્વિચ હેઠળ ગૂગલ ફોટોઝના ટોપ રાઈટ કોર્નરમાં આ વિકલ્પ મળશે. અહીં તમે અકાઉંટ સ્વિચ કરી ફોટો જોઈ શકો છે. જો તમારા જીમેલ અકાઉંટમાં ફોટો હશે તો આ શક્ય બનશે. બીજા ફીચરમાં ડ્રોઈંગ ટૂલ્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ફોટો એક ડ્રોંઈંગ ટૂલથી એડિટ કરી શકાય છે. તેમાં ટેક્સ્ટ એડ કરી શકાય છે. અહીં તમને અલગ અલગ કલરની પેન પણ મળશે. અહીં હાઈલાઈટર્સ આપવામાં આવ્યું છે અને ટેક્સ્ટ કેપ્શન ક્રિએટરનો પણ વિકલ્પ છે. આ પ્રકારના ટૂલ દરેક સોશિયલ મીડિયા પર આપવામાં આવ્યા છે. જો કે હાલ એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ ફીચર્સ ક્યારે એક્ટિવ કરવામાં આવશે. ગૂગલ ફોટોમાં સ્ટોરી ફીચર આવ્યું હતું અને તે પણ સોશિયલ મીડિયા બેસ્ડ છે. કંપનીએ યૂઝરને સ્કેન ફીચરની સુવિધા પણ આપી છે જેમાં જૂની તસવીરોની ક્વોલિટી સુધારી શકાય છે.