બિગ બૉસમાં ગોવિંદાની ભાણીએ કર્યો ખુલાસો આ કારણે હું ૨ વર્ષ સુધી રહી ડિપ્રેશનમાં…

બિગબૉસ 13 અત્યારે ચર્ચામાં છવાયેલો છે. શોમાં લડાઈ-ઝગડા, ઈમોશન્સ બધુ જ એકસાથે જોવા મળે છે. શો જીતવા માટે બધા જ સભ્યો સખત મહેનત કરી રહ્યા છે, હવે શોમાં ગોવિંદાભાણી આરતી સિંહે પોતાના સમયની વાત કહી, જ્યારે તે ડિપ્રેશનમાં જતી રહી હતી.

શોમાં આરતી કહે છે- ઘણા ટીવી શો કર્યા બાદ પણ ફેમ ન નહોંતી મળી. તે વારિસ કર્યાના 2 વર્ષ બાદ તેને કામ નહોંતુ મળ્યું. આ દરમિયાન તે ડિપ્રેશનમાં જતી રહી હતી.

આરતીએ કહ્યું, મારા ભાઈ કૃષ્ણાએ મારી બહુ મદદ કરી. તે મને આમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

આરતીએ કહ્યું, એક વાર મને લગ્નનો બહુ સારો પ્રસ્તાવ મળ્યો અને મને છોકરો ગમ્યો પણ ખરો, પરંતુ કોઇ જવાબ ન મળ્યો, કારણકે તેમને ખબર પડી કે હું ડિપ્રેશનમાં છું.

ત્યારબાદ આરતીએ કહ્યું કે, થોડા સમય બાદ મેં વિચાર્યું કે, જ્યારે મારી માએ મને જન્મ આપ્યો ત્યારે તે કેન્સરથી પીડિત હતી. ડૉક્ટરોએ તેમને ગર્ભપાત કરાવવાની સલાહ આપી હતી, પરંતુ મારી માએ મને જન્મ આપ્યો. તે હિંમત ન હાર્યાં. તેનાથી મને હિંમત મળી.

આરતી સિંહ ઉડાન, માયકા, દેવો કે દેવ મહાદેવ, વારિસ, ગૄહસ્થી, સસુરાલ સિમરકા, ઉઅતરન જેવી ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે.

છેલ્લે આરતી ઉડાનમાં જોવા મળી હતી. બિગ બૉસના ઘરમાં આરતી સારું પર્ફોર્મ કરી રહી છે.

લવ લાઇફની વાત કરીએ તો, આરતી એક્ટર અયાઝ ખાનને ડેટ કરી ચૂકી છે. બંનેનો પરિચય: નઈ જિંદગી કે સપનો કા માં સાથે જોવા મળ્યાં હતાં.