બિગ બોસની અભિનેત્રી 8 વર્ષથી શોધે છે મુરતિયો! સર્જરી કરાવી છતાં મેળ ન પડ્યો, કહ્યું-‘આવો જોઈએ’

લાઈમલાઈટથી ઘણા સમયથી દુર રહેનારી અભિનેત્રી અને સર્જરી કરનારી કોયના એકવાર ફરી બિગ બોસ 13નાં બહાને સ્ક્રીન પર આવી ચૂકી છે. બિગ બોસમાં આવ્યા પહેલા કોયનાએ એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું કે જેમાં તેણે ઘણા ખુલાસા કર્યા છે.

કોયનાને પહેલા પુછવામાં આવ્યું કે, એવી ખબરો હતી કે તમારી સર્જરી સારી રીતે નથી થઈ. તો જબાવ આપ્યો કે, કેટલાય લોકો સર્જરી કરાવી ચૂક્યા છે અને કેટલાય લોકો સર્જરી કરાવી રહ્યા છે. પરંતુ કોઈ એના વિશે વાત નથી કરતા જાણે કે કોઈ ક્રાઈમ હોય. પરંતુ મે ખુલીને વાત કરી એટલે બધા મને પુછ્યા કરે છે. સર્જરીના 8-9 વર્ષ થઈ ગયા છતાં લોકો હજુ સવાલ કરે છે.

બિગ બોસમાં જો કોઈ આવો સવાલ કરે તો કોયનાએ કહ્યું કે એને કહી દઈશ કે મારી બોડી છે, મારી સ્ટોરી અને મારૂ શરીર, એટલે મારી મરજી કે હું શું કરાવું અને શું નહીં. પોતાના રિલેશન વિશે વાત કરતા કોયનાએ જણાવ્યું કે તે હજુ સુધી સિંગલ છે. કોયનાએ કહ્યું કે, હું આશા રાખું કે મારું આવનાર રિલેશનશીપ સારુ હોય. હું રોઈ બોરિંગ શખ્સને ડેટ કરવા નખી માંગતી. કારણ કે હું ખુદ ખુબ બોરિંગ માણસ છું.

આગળ વાત કરી કે, હું સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ નથી રહેતી. મારે દર વીક એન્ડમાં ફરવા જવું હોય છે. તો મારો પાર્ટનર એનાથી અલગ હોવો જોઈએ કે જેથી કરીને હું બીજું કંઈક પણ કરી શકું. હું કેટલાય લોકોને મળી છું. પરંતુ હજુ સુધી મને કોઈ ઈન્સપાયર નથી કરી શક્યું. આવું છેલ્લા 7-8 વર્ષમાં તો નથી થયું.