બીજા પતિ સાથે પણ થયો પ્રોબ્લેમ, હૈયા વરાળ ઠાલવતા શ્વેતા તિવારી ઉકળી ઉઠી

ટીવી એકટ્રેસ શ્વેતા તિવારી જેટલી સફળ છે તેટલી જ પોતાની નીજી જિંદગીમાં ઠોકરો ખાઈ ચુકી છે એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરીને શ્વેતા તિવારી મક્કમતાથી ઉભી રહી છે. થોડા સમય પહેલા બીજી વખત લગ્ન કરીને ઠરીઠામ થવા ઇચ્છતી આ અભિનેત્રીએ તેના પતિ અભિનવ કોહલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

 

 

શ્વેતા તિવારી એક વાર ફરી ઘરેલુ હિંસાનો શિકાર થઈ હતી એમ કહી શકાય શ્વેતાએ તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી ત્યારે સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેની ચર્ચાઓ ચાલી હતી કે શ્વેતા ફરી આવો નિર્ણય લેશે. શ્વેતાની સાથે તેની આગળના ઘરની પુત્રીએ પણ તેના સાવકા પિતા વિરૂદ્ધ મુંબઈમાં સમતા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રિપોર્ટ અનુસાર શ્વેતાએ સમતા નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી કે આ કેસનો આરોપી એટલે કે તેનો પતિ અભિનવ કોહલીને આકરી સજા આપવામાં આવે તેને 31 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે શ્વેતાએ તેની ફરિયાદમાં લખ્યુ કે તેના પર ખુબ અત્યાચાર થયો છે આ ફરિયાદ બાદ તેના પતિને બે દિવસ સુધી જેલની હવા ખાવાના દિવસો આવ્યા હતા. શ્વેતાના આરોપ બાદ તેના પર IPCની કલમ 354-A, 323, 504, 506, 509 લગાવી આરોપ બનાવવામાં આવ્યો હતો.

 

 

શ્વેતા તિવારી અત્યાર સુધી ચુપ હતી, શો મેરે ડેડકી દુલ્હન શો પહેલા શ્વેતાએ મૌન તોડ્યુ હતુ. શ્વેતાને જ્યારે મહિલાઓ પર થતા અત્યાચાર અંગે પુછવામાં આવ્યુ ત્યારે તેણે તેની હૈયા વરાળ ઠાલવી હતી. શ્વેતાએ કહ્યુ કે જે લોકો કહે છે કે બીજી વખત પણ પ્રોબ્લેમ થયો મતલબ ભૂલ તારી જ છે મારે એ લોકોને જણાવવાનું કે મને સાથ ન આપો ચાલશે પણ શા માટે આવી વાત કરો છો મારા પર શું વિત્યુ તે ક્યાં તમે જાણો છો. હું મારી સમસ્યા અંગે કોઈનો ડર રાખ્યા વગર બોલી તે જ મારી ભૂલ છે? શ્વેતાએ કહ્યુ લોકો શું કહેશે તે મારા માટે મહત્વનું નથી હવે હું વિચારતી પણ નથી. મારી પુત્રી મારી જવાબદારી છે તેના માટે હું કહી પણ કરી શકુ છુ.