બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ લગ્ન વિના માતા બનશે, જાણો કોણ છે બાળકનો પિતા? એક્ટ્રેસે પોતે આપ્યું નામ

મુંબઈઃ બૉલીવુડમાં લગ્ન કર્યા વિના માતા બનવાની વાત નવી નથી. આ રસ્તે ચાલીને હવે હૉટ અભિનેત્રી કલ્કી કોચલીન પણ માતા બનશે. ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની કલ્કી કોચલીન હાલમાં ગર્ભવતી છે. કલ્કી કોચલીને રવિવારે પોતે આ વાતની સત્તાવાર જાહેરાત કરી છે.

કલ્કીએ પોતે પાંચ મહિનાની ગર્ભવતી હોવાની સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર કરી છે. કલ્કીએ જાહેર કર્યું છે કે, પોતે પોતાના પહેલા સંતાનને વોટર બર્થ આપવા માંગે છે. કલ્કી ગર્ભાવસ્થા દરમિયાન કામ કરતી રહેશે પરંતુ કામ ઓછું કરી નાખશે.

કલ્કીએ જણાવ્યું હતું કે તે પોતાના બોયફ્રેન્ડ ગાય હર્સબર્ગના બાળકની માતા બનવાની છે. ગાય હર્સબર્ગ ઇઝરાયેલમાં એક કલાસિક પેઇન્ટર છે. હાલમાં જ કલ્કીએ પોતાના બોયફ્રેન્ડ ગાય હર્સબર્ગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.