બોલિવુડના આ એક્ટરને કેટરીના કૈફ પ્રપોઝ કરવા જઈ રહી છે…

એક્ટર વિકી કૌશલે તેના કરિયરની શરૂઆત અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. એક્ટર તરીકે વિકીએ ફિલ્મ ‘મસાન’થી ડેબ્યૂ કર્યું. બસ, ત્યારથી વિકીએ ક્યારેય પાછા ફરીને જોયું નથી. દિવસે ને દિવસે તેની પોપ્યુલારિટી વધી રહી છે. હાલ વિકીની ગણના બોલિવુડના બેસ્ટ એક્ટરમાં થાય છે. આ તો થઈ વિકીના વર્કફ્રંટની વાત. તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો, તે કેટરિના કૈફ સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા છે. વિકીનું ગર્લફ્રેન્ડ અને એક્ટ્રસ હરલીન શેઠી સાથે બ્રેકઅપનું કારણ પણ કેટરીનાને માનવામાં આવે છે.

કેટરીના અને વિકીના કોમન ફ્રેન્ડે કપલની રિલેશનશીપ અંગે ખુલાસો કર્યો છે. ETimes સાથે વાત કરતાં એક્ટર્સના ફ્રેન્ડે કહ્યું, “કેટરિના અને વિકી સિંગલ છે અને એકબીજાને ડેટ નથી કરતા. જ્યારે પણ તેઓ મળે ત્યારે એકબીજા સાથે ફ્લર્ટ કરે છે પરંતુ બંને રિલેશનશીપમાં નથી.” વિકી અને કેટરીના ઘણીવાર સાથે જોવા મળ્યા છે. જેના કારણે તેમનું અફેર હોવાની અફવા ઉડી હતી. ખબરો એવી પણ હતી કે, વિકી અને કેટરીના એક ફિલ્મમાં સાથે જોવા મળશે. પરંતુ કોઈ અપડેટ આવી નથી.

વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ હાલ તો ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ના બીજા શિડ્યુલ માટે અમૃતસરમાં છે. આ ઉપરાંત વિકી ‘તખ્ત’, ‘ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શીપ’ અને મેઘના ગુલઝારની ફિલ્ડ માર્શલ સેમ માણેકશો પર બનનારી ફિલ્મમાં જોવા મળશે. તો કેટરીના કૈફ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.