મલાઇકાનો રેડ હૉટ અવતાર, બ્રાઇડલ લુક જોતા જ રહી જશો

મલાઇકા અરોરા બોલવુડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસસીમાંથી એક છે, જે હંમેશા જ પોતાના ગ્લેમરસ અને હૉટ અવતારના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.મોટાભાગે પોતાના જિમ લુક અને એરપોર્ટ લુકને લઇને ચર્ચામાં રહેનારી મલાઇકા આ વખતે પોતાના બ્રાઇડલ લુકના કારણે ચર્ચામાં છે.

તમે કંઇ બીજુ સમજો તે પહેલા જણાવી દઇએ કે મલાઇકાનો લગ્નના હોલ કોઇ પ્લાન નથી પરંતુ આ તેનાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો છે.પિન્ક લહેંગામાં પણ મલાઇકા ખૂબસુરત લાગી રહી છે.

જણાવી દઇએ કે આજકાલ મલાઇકા પોતાની ફિટનેસની સાથે સાથે અર્જૂન કપૂર સાથેના રિલેશનશીપને લઇને ખૂબ જ ચર્ચામાં છે. મલાઇકાની ઉંમર ભલે 45 વર્ષની હોય પરંતુ પોતાની ડ્રેસિંગ સ્ટાઇલ અને ફિટનેસથી તે આજકાલની તમામ અભિનેત્રીઓને માત આપે છે.