મહારાષ્ટ્ર એનડીએ બહુમત તરફ, હરિયાણામાં ભાજપ ચિંતામાં

દેશનાં બે રાજ્યો મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીની મતગણતરીમાં આજે સવારે દસ વાગ્યે મળેલા અણશાર મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના યુતિ બહુમતી તરફ આગળ વધી રહી હતી જ્યારે હરિયાણામાં ભાજપ ચિંતામાં આવી ગયો હતો કારણ કે કોંગ્રેસ જોરદાર ટક્કર આપી રહ્યો હતો.

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને શિવસેનાના આદિત્ય ઠાકરે પોતપોતાના મતવિભાગમાં ખાસ્સા આગળ હતા જ્યારે શરદ પવારના નિવાસસ્થાને સન્નાટો હતો કારણ કે તેમના પક્ષના મોટા ભાગના ઉમેદવારો ઘણા પાછળ હતા.

મહારાષ્ટ્રની વિધાનસભામાં 288 બેઠકો છે જ્યારે હરિયાણામાં 90 બેઠકો છે. બંને રાજ્યોમાં 21મી ઑક્ટોબરે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં 60.49 ટકા અને હરિયાણામાં 65.75 ટકા મતદાન થયું

કેન્દ્ર સરકારે ઑગસ્ટની પાંચમીએ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કર્યા બાદ આવેલી આ ચૂંટણી બહુ મહત્ત્વની છે કારણ કે કેન્દ્રની એટલે કે ભાજપની નીતિને મતદારોએ સ્વીકારી છે કે નહીં એનો અણસાર આ ચૂંટણી પરથી મળશે.