મહિલાની પેન્ટમાં ઘુસ્યો વિંછી, પછી શું થયું…

વિમાનની અંદર ઘણી વિચિત્ર ઘટના બને છે. ઘણી વાર ફ્લાઇટમાં સાપ નીકળે છે, ઘણી વખત લોકોનાં લડાઈ ઝગડાની વાત સામે આવે છે. પરંતુ તમે ફ્લાઇટમાં વીંછી નિકળ્યો હોય તેવું ભાગ્યે જ સાંભળ્યું હશે. આવું જ કંઈક યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ્સમાં જોવા મળ્યું છે. જેમાં એક મહિલાની પેન્ટમાં વીંછી ઘૂસી ગયો હતો. અને જીવે ઘણી વખત તેને ડંખ માર્યો હતો. જ્યારે તેણીને તેના પગમાં કંઇક ડંખ જેવું લાગ્યું ત્યારે તે રેસ્ટરૂમમાં ગઈ ને જોયું તે તેના પેન્ટમાંથી વીંછી નીકળ્યો હતો.

 

 

આ ઘટના ગયા ગુરુવારે બની હતી. જેમાં મહિલાએ સાન ફ્રાન્સિસ્કોથી એટલાન્ટા જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ પકડી હતી. વીંછીએ ઘણી વખત ડંખ મારવાના કારણે ભારે પીડા થઈ હતી. જ્યારે મહિલા વિમાનમાંથી ઉતરી હતી, ત્યારે તાત્કાલિક પેરામેડિક્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. બાદમાં તેમને વધુ સારી સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.