મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ટૂંક સમયમાં કરશે બોલિવૂડ ડેબ્યૂ

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. કોન્ટ્રાક્ટ મુજબ મિસ વર્લ્ડનો તાજ પહેર્યા બાદ એક વરસ સુધી ફિલ્મોમાં એન્ટ્રી થઈ શકતી નથી. જોકે હાલ એ ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે સાથે સમય વિતાવી રહી છે.

અહાને એક મોટા બેનરની ત્રણ ફિલ્મો સાઇન કરી છે. થોડા સમય અગાઉ વાત આવી હતી કે માનુષી મિસ્ટર વર્લ્ડનું ટાઇટલ જીતનાર રોહિત ખંડેલવાલ સાથે ડેટ કરી રહી છે પરંતુ આ અફવા આવી એવી ખતમ થઈ ગઈ. સૂત્રના જણાવ્યા મુજબ અહાન અને માનુષી સારા મિત્રો છે અને બંને સાથે ફિલ્મમાં ડેબ્યૂ કરે એવી શક્યતા જણાઈ રહી છે