મોકે પે ચોક્કા: જેક્લીને ‘સાહો’ને ધ્યાનમાં લઈ બે મિનિટનાં ગીત માટે વસુલી લીધા આટલા કરોડ

પ્રભાસ અને શ્રદ્ધાની ખુબ ચર્ચિત ફિલ્મ સાહોને લઈને એક નવા સમાચાર આવ્યાં છે. આજકાલ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાહોના પ્રમોશનમાં લાગેલી છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરને કારણે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. હવે તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું ગીત બેડ બૉય રીલીઝ કર્યું છે જેમાં પ્રભાસ સાથે જેક્લીન ફર્નાન્ડિઝ જોવા મળી રહ્યાં છે.

બેડ બૉયમાં પ્રભાસ અને જેક્લીનની અદભૂત કેમિસ્ટ્રી અને સાથે સાથે ડાન્સ પણ ચાહકોને ઘાયલ કરી રહ્યાં છે. એક મળતી માહિતી પ્રમાણે રેસ 3ની આ ફેમસ જેક્લીને સાહોમાં ફક્ત એક ગીત કરવા માટે 2 કરોડ રૂપિયા જેટલી ભારે ભરખમ ફી વસુલી છે. આમ પણ દર્શકોએ તો પહેલી જ વાર પ્રભાસ અને જેક્લીનની જોડી જોઈ હતી એટલે ઉત્સાહ છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાસ ઉપરાંત નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને જેકી શ્રોફ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 30 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવાની છે.